દહેજ ઉત્પીડનના એક કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના કાયદાના દુરુપયોગને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમના ન્યાયાધીશ સી. ટી. રવીકુમાર, ન્યાયાધીશ સંજય કુમારની બેંચ દ્વારા કોર્ટોને સલાહ અપાઇ છે કે દહેજ ઉત્પીડનના મામલામાં ખોટી હેરાનગતીથી નિર્દોષોનું રક્ષણ થવું જોઇએ સાથે જ વધુ સતર્કતાથી મામલાની સુનાવણી કરવી. દહેજ ઉત્પીડનના મામલામાં એક વ્યક્તિને નિર્દોશ જાહેર કરતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમારુ માનવુ છે કે કોર્ટોએ આવા મામલામાં પુરી તપાસ કરવી જોઇએ, કેટલાક મામલાઓમાં જે આરોપો લગાવવામાં આવે છે તેના કોઇ પુરાવા પણ નથી મળતા. ૨૦૧૦માં પણ પ્રીતિ ગુપ્તા અને ઝારખંડ સરકારના મામલામાં પણ અમે આવુ જ કહ્યું હતું. તે સમયે સુપ્રીમે સરકારને કહ્યું હતું કે દહેજ ઉત્પીડનના કાયદામાં સુધારા કરવામાં આવે. આવુ એટલા માટે કેમ કે મહિલા દ્વારા લગાવવામાં આવતા આરોપોને કારણે પતિ ઉપરાંત તેના પરિવારે પણ સજા ભોગવવી પડે છે. કલમ ૪૯૮એ હેઠળ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવે છે. જો મહિલાનું તેના પતિ અથવા સાસરિયા દ્વારા દહેજ માટે ઉત્પીડન કરવામાં આવે ત્યારે આ કલમ હેઠળ ફરિયાદ દાખલ થતી હોય છે. તે સમયે પણ કોર્ટે કહ્યું હતું કે આ કાયદાનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે. કોર્ટોમાં લાંબા સમયથી કેસો પેન્ડિંગ છે. સમાજમાં સદભાવ પણ બગડી રહ્યો છે. લોકોની ખુશિયો છિનવાઇ રહી છે. તેથી આ જ યોગ્ય સમય છે કે સંસદ કાયદામાં સુધારા કરવા અંગે વિચારે. સુપ્રીમ કોર્ટે ૧૪ વર્ષ પહેલાના મામલાને યાદ કરીને કહ્યું કે આજે પણ તેવી જ સ્થિતિ છે. મોટા પ્રમાણમાં દહેજ ઉત્પીડનના મામલા સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક કેસોમાં લગાવવામાં આવેલા આરોપો હકીકતથી દૂર હોય છે.
Trending
- Junagadh ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા પંથકમાં જુગાર અંગે દરોડો પાડી ૧૩ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા
- Rajkot: રીક્ષાચાલક પર ત્રિપુટીનો છરી વડે હુમલો
- Rajkot: સપ્તાહથી ભેદી રીતે લાપતા ખોજા પરિવારના ફઈ-ભત્રીજી અંતે ઇન્દોરથી હેમખેમ મળ્યા
- Rajkot: નશાખોર બેલડીએ કાબુ ગુમાવતા મર્સીડીઝ કારની વીજપોલ સાથે ટક્કર
- Rajkot: જુગારના ત્રણ દરોડા,સાત મહિલા સહીત 27 શખ્સો પતા ટીંચતા ઝડપાયા
- Rajkot: સ્પા થેરાપિસ્ટ મહિલા પર સંચાલકનો દુષ્કર્મ
- Rajkot: શાપરમાં યુવાન પર ત્રણ શખ્સનો છરી વડે હુમલો
- Jetpur ચોરાઉ બાઈક સાથે સગીર ઝડપાયો : ચાર ગુનાના ભેદ ઉકેલાયા