Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»પરફેક્ટ Figure નો અભાવ
    મહિલા વિશેષ

    પરફેક્ટ Figure નો અભાવ

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજનો યુગ ભૌતિક સૌંદર્યનો છે. આજે લોકો આંતરિક સૌંદર્ય કરતા બાહ્ય સૌંદર્યને વિશેષ મહત્ત્વ આપે છે. પોતાની ખુબસુરતીને કલંકરૂપ ક્ષતિઓ દૂર કરવા નારીઓ જાતજાતના વિકલ્પો અજમાવે છે. કેટલાંક દાયદાઓ પૂર્વે ‘નવા નાકે દિવાળી’ એ માત્ર એક કલ્પના જ હતી જ્યારે આજે કોસ્મેટિક સર્જનોના પ્રતાપે આ કલ્પના એક હકીકતમાં ફેરવાઈ ગઈ છે. નાક ઉપરાંત શરીરના વિવિધ અંગોને પણ આપણો મનપસંદ ઘાટ આપી શકાય છે. પરંતુ આ માટે સારાં એવા પૈસા ખર્ચવા પડે છે જે સામાન્ય આવક ધરાવતા લોકોને પરવડતા નથી. આ મોંઘા વિકલ્પો માત્ર શ્રીમંત લોકોને જ પરવડી શકે છે.

    પરંતુ સામાન્ય લોકોએ વસ્ત્રો કે વ્યાયામ દ્વારા પોતાના અંગની બદસુરતી ઢાંકવાના પ્રયાસ કરવા પડે છે. થોડી- ઘણી હોશિયારીથી કામ લેવામાં આવે તો આ કામ ઘણું આસાન છે.

    નિતંબ અને કમર ફરતે ફેલાયેલા મેદના થરથી પરેશાન થનાર નારીઓની સંખ્યા ઘણી છે. નિતંબને સુડોળ બનાવવા માટે ઊઠ- બેસ શ્રેષ્ઠ વ્યાયામ છે એ વાત જગજાહેર છે. આ વ્યાયામ નિયમિત કરવાથી નિતંબ અને કમર ફરતે વીંટળાયેલા ચરબીના થર તમારો પીછો છોડી દેશે એ એક હકીકત છે. બીજો એક સહેલો ઉપાય પણ છે. સમય મળે ત્યારે તમારા બંને હાથ કમરથી નીચે રાખી જોરથી દબાવવાનો પ્રયાસ કરો. આ સરળ વ્યાયામ કોઈને નજરે ચઢશે નહીં પરંતુ તમારું આ અંગ સુડોળ થશે અને તમે જીન્સ પહેરી બહાર નીકળશો ત્યારે સૌની નજર ત્યાં પડશે ખરી.

    નિતંબ ઉપરાંત સ્તનના કદને કારણે પણ ઘણી નારીઓ પરેશાની અનુભવે છે. આમ પણ પોતાના કુદરતી સૌંદર્યથી સંતોષ ધરાવતી નારી મળવી મુશ્કેલ છે. દરેકને પારકે ભાણેજ મોટો લાડવો દેખાય છે. ખેર, મૂળ વાત પર પાછા ફરીએ તો સ્તનનું સૌંદર્ય વધારવા માટે યોગ્ય સાઈઝની બ્રા પહેરવી જરૂરી છે. સારી બ્રા પાછળ પૈસા ખર્ચવાથી નિરાશ થવાનો વારો આવશે નહીં એ વાત લખી રાખજો. સામાન્ય રીતે બ્રેસ્ટ ટીશ્યુ ચરબીયુક્ત હોય છે. કોઈપણ પ્રકારનો વ્યાયામ તમારા સ્તનનું કદ બદલી શકે તેમ નથી. પરંતુ નિયમિત રીતે પુશ- અપ કરવાથી ફાયદો જરૂર થશે. ટોનિંગને કારણે મોટા સ્તન ફર્મ થશે તેમજ અલ્પઉરોજ થોડી ઘણી ક્લિવેજ જરૂર પ્રાપ્ત કરશે.

    અંડરવેરને કારણે નિતંબની ત્વચા પર મોઈશ્ચરની અસર થાય છે. આ કારણે નિતંબ પર લાલ ચકામા જોવા મળે છે. આ સમસ્યાથી છૂટવા માટે સ્નાન પછી શરીર ખાસ કરીને નિતંબને કોરા કરી ત્યાં પાવડર છાંટો.

    તમારી કોણીની જેમ તમારા ઉરોજની ત્વચામાં પણ તૈલી ગ્રંથિ નહીંવત્ છે. આ કારણે અહીંની ત્વચા ઝડપથી શુષ્ક બની જાય છે. ત્વચા સૂકી ન થાય એ માટે લેનોલિન ધરાવતું બોડી લોશન નિયમિત વાપરવું જરૂરી છે. આ ઉપાય અજમાવ્યા પછી ઉરોજ પર સ્ટ્રેચ માર્ક થવાનો ડર રહેતો નથી. સ્ટ્રેચ માર્ક પડયા જ હોય તો પણ ગભરાવાની જરૂર નથી. રોજ જ મોઈશ્ચરાઈઝર વાપરવાથી આ માર્ક હળવા બની જશે. દર સપ્તાહે એકવાર શરીરને ઘસી ઘસીને લૂંછી ત્વચાના મૃત કોષો દૂર કરવાનો પ્રયાસ કરો. આ માટે તમે મધ્યમ સોફટ નેચરલ બ્રિસ્ટલ બ્રશ અથવા ટેરી ક્લોથનો ટુવાલ વાપરી શકો છો. પગની આંગળીઓથી ઉપરની તરફ શરીર લૂંછતા જાવ. આમ કરવાથી રૂધિરાભ્રમણને પણ વેગ મળશે, ચરબી ઓગળી જશે અને નિતંબ પર પડેલા ડાઘા પણ દૂર થશે. શરીર કોરું કર્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાડો. આ કારણે ત્વચા તેની કોમળતા અને તાજગી જાળવી રાખશે.

    તમારા અંગોની ઉણપ ઢાંકવાનો શ્રેષ્ઠ અને હાથવગો ઉપાય હાસ્ય છે. તમારો હસમુખો ચહેરો લોકોને તમારી આ ક્ષતિઓ ભૂલાવી દેશે. તમારા સ્મિત ભર્યા ચહેરા પર સ્થિર થયેલી નજર ત્યાંથી હટશે જ નહીં એ વાત ધ્યાનમાં રાખજો. હા, તમારી અંગમુદ્રા પણ તમારા સૌંદર્યના નિખાર માટે મહત્ત્વની છે. ખભા સીધા રાખી પેટ અંદર રાખી ટટ્ટાર ચાલો. ખરાબ અંગમુદ્રા સારા ફીગરને પણ ખરાબ બનાવે છે અને ધ્યાનમાં રહે સામે ચાલીને તમારી ક્ષતિઓ લોકોને જણાવો નહીં. તેમની સમક્ષ તમે આ વાતના રોદણાં રડયા કરશો તો તેમની નજર ત્યાં ખેંચાયા વગર નહીં રહે. આમ પણ લોકો પોતાનામાં જ એટલા મગ્ન હોય છે કે બીજાની ઉણપો જોવાનો તેમની પાસે સમય જ ક્યાં છે. તમારા નેગેટીવ પોઈન્ટ જોઈને હતાશ થવાને બદલે પ્લસ પોઈન્ટથી ખુશ થવાની આદત પાડો. તમારા અંગેની ઊણપ ઢાંકવામાં તમારા વસ્ત્રો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી વસ્ત્રોની પસંદગી પણ સમજી વિચારીને જ કરો. ‘યુ’ અને ‘વી’ ગળાના ડ્રેસ ઊરોજનું કદ નાનું હોવાના આભાસ કરાવે છે જ્યારે ટર્ટલ નેક પહેરવાથી નાના સ્તનો મોટા લાગશે.

    એ લાઈન, રેપ અરાઉન્ડ, પ્લીટેડ સ્કર્ટ, મોટા નિતંબ ઢાંકવામાં ઉપયોગી થશે. જ્યારે ‘ગેધર્ડ અને સ્ટ્રેઈટ સ્કર્ટ નાના નિતંબ ધરાવતી યુવતીઓ પર શોભાશે. તમારા નિતંબ બેડોળ હોય તો તમારે ચેક્સ ફલોરલ અને હળવા રંગના ટોપ્સ પહેરવા જોઈએ. કાળા રંગનો પોશાક સ્લીમ હોવાનો આભાસ પેદા કરે છે. ચોકર નેકલેસ ભારેખમ કાયાનો જ્યારે લાંબા નેકલેસ લાંબુ અને પાતળું ફીગર હોવાનો આભાસ ઉત્પન્ન કરશે. એ જ પ્રમાણે સ્થૂળ નારીઓએ ઉભી રેખાવાળી ડિઝાઈનના વસ્ત્રો પસંદ કરવા જ્યારે આડી રેખાઓવાળી ડિઝાઈનથી તેમણે દૂર રહેવું.

    Figure
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.