Hyderabad,તા.07
લોકોમાં રીલ બનાવવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે તેમને વિવેક કે સન્માનનું ભાન રહેતું નથી. દિવાળીના તહેવારમાં હૈદરાબાદના સિકંદરાબાદનો એક વિડીયો બહુ વાઈરલ થયો હતો.
બાપુજીનગરમાં રહેતા ચાર જણે રીલ બનાવવા માટે મહાત્મા ગાંધીના મોઢામાં ફટાકડા ફોડયા હતા. વિડીયો વાઈરલ થયા પછી પોલીસે ફટાકડા ફોડનારા બે સગીર સહિત ચાર જણને ઓળખીને તેમની અટકાયત કરી છે અને કાર્યવાહી કરવા માટે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.