Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025

    07 નવેમ્બર નું રાશિફળ

    November 6, 2025

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 નવેમ્બર નું પંચાંગ
    • 07 નવેમ્બર નું રાશિફળ
    • WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
    • ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
    • Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
    • દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
    • જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
    • ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»વાસ્તવમાં Lawrence ગેંગ નહીં પણ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે
    લેખ

    વાસ્તવમાં Lawrence ગેંગ નહીં પણ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે

    Vikram RavalBy Vikram RavalOctober 22, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કરીને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દેશભરમાં જાણીતો થઈ ગયો છે. લોરેન્સે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરીને ચકચાર જગાવી હતી પણ મુંબઈમાં સરેઆમ એક હાઈ પ્રોફાઈલ રાજકારણી-બિઝનેસમેનની હત્યા બહુ મોટો અપરાધ છે. ૧૨ ઓક્ટોબર ને દશેરાની સાંજે બાબા સિદ્દીકી પોતાના સુરક્ષા કમાન્ડોથી ઘેરાઈને ફટાકા ફોડી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શૂટરે ધડાધડ ગોળીઓ છોડીને બાબાનો ખેસ ખતમ કરી નાંખ્યો.

    ઘટનાના કલાકોમાં તો લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી સ્વીકારીને એલાન કરી દીધું કે, દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધો રાખનારી કોઈ પણ વ્યક્તિના આ જ હાલ થશે. બિશ્નોઈએ સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું ત્યારે પણ આ ધમકી આપેલી પણ કોઈએ તેને ગંભીરતાથી લીધો નહોતો. સિદ્દીકીની હત્યા કરાવીને બિશ્નોઈએ પોતાની તાકાતનો પરચો આપ્યો છે. 

    બાબા સિદ્દીકીની હત્યાએ લોરેન્સ બિશ્નોઈને ભારતના સૌથી મોટા ગેંગસ્ટર તરીકે સ્થાપિત કરી દીધો છે. માત્ર ૩૧ વર્ષના લોરેન્સની ગેંગ અને ક્રાઈમ નેટવર્ક વિશે જે વાતો બહાર આવી રહી છે એ ચોંકાવી દેનારી છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા સહિતનાં રાજ્યોમાં બિશ્નોઈ ગેંગના ૭૦૦થી વધારે શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. તેમની મદદથી લોરેન્સ બિશ્નોઈએ ભયનું જોરદાર સામ્રાજ્ય ઉભું કર્યું છે અને મહિને ૧૦૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવતો હોવાનું કહેવાય છે. 

    લોરેન્સ બિશ્નોઈ કોર્પોરેટ સ્ટાઈલમાં ક્રાઈમ ગેંગ ચલાવે છે. વાસ્તવમાં લોરેન્સ ગેંગ નહીં પણ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે. ગોલ્ડી બ્રારથી માંડીને અનુરાધા ચૌધરી સુધીના ખતરનાક ગેંગસ્ટર્સની આ સિન્ડિકેટ લોરેન્સને એકદમ વફાદાર છે તેથી વરસોથી જેલમાં હોવા છતાં લોરેન્સની ગેંગ વિખેરાઈ નથી બલ્કે વધારે ને વધારે મજબૂત થતી જાય છે. 

    કોઈ પણ ગેંગસ્ટર વિશે સામાન્ય છાપ એવી હોય છે કે, બહુ ભણેલો નહીં હોય ને ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં  ગુનાખોરી તરફ વળી ગયો હશે. બિશ્નોઈ ઓછું ભણેલો નથી ને ઝડપથી કમાણીની લાલચ પણ નથી પણ સંજોગોએ તેને ક્રાઈમની દુનિયામાં ધકેલી દીધો. બિશ્નોઈ જબરદસ્ત ક્રાઈમ સામ્રાજ્ય ઉભું કરી શક્યો તેનું કારણ શિક્ષણ છે.  બિશ્નોઈ કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલો છે અને પંજાબ યુનિવસટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એલએલબી પણ કર્યું.

    લોરેન્સનો પરિવાર ગર્ભશ્રીમંત છે. તેના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા પણ પોલીસ ફોર્સમાં જોડાયાના ૫ વર્ષમાં જ નોકરી છોડીને ખેતી કરવા લાગેલા કેમ કે પરિવાર પાસે પુષ્કળ જમીન છે. ભાઈઓના ભાગ પાડયા પછી પણ અત્યારે લોરેન્સના પિતા પાસે ૧૧૦ એકર (લગભગ ૧૮૦ વિઘા) જમીન છે કે જેમાંથી વરસે કરોડોની કમાણી થાય છે. જેલમાં રહેલા લોરેન્સ પાછળ તેનો પરિવાર વરસે ૪૦ લાખ ખર્ચી નાંખે છે.

    લોરેન્સ કશું કર્યા વિના પિતાની જેમ ખેતી કરતો હોત તો પણ કરોડોમાં આળોટતો હોત પણ એ ગુનાખોરી તરફ વળ્યો તેનું કારણ તેની ટ્રેજિક લવ સ્ટોરી છે. લોરેન્સની લાઈફ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. એનિમલ ફિલ્મમાં ધનિક બિઝનેસમેન બાપનો દીકરો રણબીર કપૂર પિતા પર હુમલો થતાં તેમના રક્ષણ માટે ગેંગસ્ટર બની જાય છે. લોરેન્સના કિસ્સામાં પણ એવું જ થયું છે. 

    લોરેન્સની લવ સ્ટોરીની શરૂઆત લોરેન્સ દસમામાં ભણતો હતો ત્યારે જ થઈ ગયેલી. ૨૦૦૮ની આ વાત છે. કાજલ નામની તેની સાથે જ ભણતી છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો. કાજલ પણ સ્માર્ટ લોરેન્સના પ્રેમમાં પડી ગઈ તેથી બારમું પૂરું કર્યા પછી બંનેએ સાથે જ ચંદીગઢની ડીએવી કોલેજમાં એડમિશન લઈ લીધું. લોરેન્સ અને કાજલના પરિવારને વાંધો નહોતો તેથી બંને લગ્ન કરશે એ નક્કી હતું. 

    હાલનો કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર એ વખતે પંજાબ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનનો પ્રમુખ હતો. લોરેન્સ અને ગોલ્ડીની મિત્રતા થઈ તેથી કોલેજમાં લોરેન્સ પોલિટિક્સમાં રસ લેતો થયો. લોરેન્સ પંજાબ યુનિવર્સિટી કેમ્પસ સ્ટુડન્ટ્ટસ કાઉલ્સિમાં જોડાયો. 

    લોરેન્સે સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (એસઓપીયુ) નામનું સંગઠન બનાવેલું. આ સંગઠન આજે પણ કામ કરે છે. ગોલ્ડીના કહેવાથી કોલેજની ચૂંટણીમાં ઉભો રહેલો. લોરેન્સને ખબર નહોતી કે આ ચૂંટણી તેની જિંદગી બદલી નાંખશે. 

    લોરેન્સ લોકપ્રિય હતો અને ગોલ્ડીનો  સપોર્ટ હતો પણ હરીફ ઉમેદવાર પાસે મની પાવર વધારે હતો તેથી લોરેસ હારી ગયો. લોરેન્સની હાર પછી  હરીફ ઉમેદવારે જીતનો જશ્ન મનાવવા રાખેલી પાર્ટી પહેલાં તેની ગેંગના લોકોએ કાજલને ઉઠાવી લીધી અને તેને જાહેરમાં સળગાવી દીધી. લોરેન્સ પોતાના સાથીઓ સાથે બહાર હતો. ખબર પડતાં દોડતો આવ્યો પણ ત્યાં સુધીમાં ખેલ ખતમ થઈ ગયો હતો. પોલીસમાં ફરિયાદ કરાઈ પણ હરીફ ઉમેદવાર પાવરફુલ હતો તેથી કાજલના મોતને એક્સિડંટમાં ખપાવી દેવાયો.

    કાજલની હત્યાએ લોરેન્સને કાળઝાળ કરી દીધો હતો ને તેમાં પોલીસે પણ કશું ના કરતાં લોરેન્સે જાતે કાજલની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું. ગોલ્ડી બ્રારે તેને બંદૂક આપી ને એક દિવસ લોરેન્સ બંદૂક લઈને હરીફ ઉમેદવારના કેમ્પમાં ઘૂસી ગયો. કાજલને જેણે સળગાવીને મારી નાંખેલી તેના પર ગોળી છોડી પણ એ બચી ગયા પણ લોરેન્સેના નામે પહેલો અપરાધ નોંધાઈ ગયો.

    લોરેન્સ બિશ્નોઈ સામે હત્યાના પ્રયાસ માટે એફઆઈઆર નોંધાઈ પણ ગોલ્ડી બ્રારની મદદથી એ બહાર આવી ગયો. હરીફોના ઈશારે એપ્રિલ ૨૦૧૦માં ટ્રેસ પાસિંગ માટે બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૧માં લોરેન્સ સામે હુમલો અને સેલ ફોન લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ત્રણેય કેસ વિદ્યાર્થી રાજકારણ સાથે જોડાયેલા છે ને તેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે તેના દુશ્મનો તેને છોડશે નહીં. લોરેન્સ પાછા ના ફરી શકાય એવી દુનિયામાં આવી ગયો હતો. લોરેન્સે જેમના પર હુમલો કરેલો એ તેને છોડવાનો નહોતો તેથી લોરેન્સ પાસે અપરાધની દુનિયામાં રહેવા સિવાય વિકલ્પ ના રહ્યો. 

    લોરેન્સ બિશ્નોઈ એ વખતે માત્ર ૧૯ વર્ષનો હતો. ગોલ્ડી બ્રાર તેને કુખ્યાત ગેંગસ્ટર્સ જગ્ગુ ભગવાનપુરીયા પાસે લઈ ગયો. ભગવાપુરીયાએ તેને પોતાની પાંખમાં લઈને રક્ષણનું વચન આપ્યું. ગોલ્ડી બ્રારે જ તેનો પરિચય પોલીટિશિયન કમ ગેંગસ્ટર રોકી ફાજિલ્કા સાથે કરાવ્યો.ગોલ્ડી બ્રાર, જગ્ગુ ભગવાનપુરીયા અને રોકી ફાજિલ્કાની મદદથી લોરેન્સે કઈ રીતે ૧૦ વર્ષમાં જ કાલા સામ્રાજ્ય જમાવ્યું, કઈ રીતે દેશનો સૌથી મોટો ગેંગસ્ટર બન્યો અને કેવા કેવા અપરાધ કર્યો તેની વાત આવતી કાલે કરીશું.

    લોરેન્સના પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે ગાઢ સંબંધ, જેલમાંથી ફોન કરેલો

    લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાનના ગેંગસ્ટર્સ સાથે પણ સંબંધો ધરાવે છે. હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ જૂનમાં પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો કોલમાં લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીને ઈદની મુબારકબાદ આપે છે. વીડિયો કોલમાં ભટ્ટી કહે છે કે, પાકિસ્તાન સિવાય બીજે બધે આજે ઈદ છે જ્યારે પાકિસ્તાનમાં રવિવારે ઈદ ઉજવાઈ ગઈ. ભારતમાં ૧૭ જૂન ને સોમવારે ઈદ ઉજવાઈ હતી જ્યારે પાકિસ્તાનમાં રવિવાર ને ૧૬ જૂને ઈદ ઉજવાઈ હતી. ઈદની ઉજવણી ચાંદ દેખાય તેના આધારે થતી હોય છે એવી સ્પષ્ટતા પણ ભટ્ટી કરે છે તેથી આ વીડિયો આ વખતનો જ હતો છતાં સાબરમતી જેલના તંત્ર પોતાને ત્યાંથી વીડિયો કોલ નથી થયો એવો દાવો કર્યો હતો. 

    બિશ્નોઈ-ભટ્ટી  વીડિયો કોલનો વીડિયો સોશિયલ મીડિયા પર પંજાબના ભૂતપૂર્વ મંત્રી બિક્રમસિંહ મજીઠિયાએ મૂક્યો હતો. પાકિસ્તાનનો કુખ્યાત ગેંગસ્ટર અને આર્મ્સ-ડ્રગ્સ ડીલર શાહઝાદ ભટ્ટી મૂળ લાહોરનો છે પણ રાવલપિંડીમાં રહીને ગેંગ ઓપરેટ કરે છે. રાવલપિંડી પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર છે તેથી શાહઝાદ ભટ્ટી પાકિસ્તાન આર્મીના અધિકારીઓનો માનીતો ગેંગસ્ટર હોવાનું મનાય છે. ડ્રગ્સ અને આર્મ્સ સપ્લાયર ભટ્ટી લોરેન્સ બિશ્નોઈ સહિતની પંજાબ અને ઉત્તર ભારતમાં ઓપરેટ કરતી ગેંગ્સને હથિયારો અને દારૂગોળો પૂરાં પાડે છે. 

    પંજાબ અને કાશ્મીર સરહદેથી ભારતમાં શસ્ત્રો અને ડ્રગ્સ ઘૂસાડવાના બિઝનેસમાં પાકિસ્તાન આર્મીના ટોચના અધિકારીઓ તેના પાર્ટનર હોવાનું કહેવાય છે.

    લોરેન્સ પરની વેબ સીરિઝનું પોસ્ટર દિવાળીએ રીલીઝ થશે

    બાબા સિદ્દીકીની હત્યા પછી લોરેન્સ બિશ્નોઈની ઠેર ઠેર ચર્ચા છે ત્યારે હવે તેના પર વેબ સિરીઝ બની રહી છે. લોરેન્સ બિશ્નોઈ પર બની રહેલી વેબ સિરીઝનું નામ ‘લોરેન્સઃ અ ગેંગસ્ટર સ્ટોરી’ હશે. ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશનમાં રજિસ્ટર્ડ કરાવાયેલા આ ટાઈટલને  મંજૂરી મળી ગઈ છે. વેબ સીરિઝમાં તેની ગુનાખોરીની સફર અને જીવનના વિવાદો પર ઓછું પણ લોરેન્સ કેવી રીતે કુખ્યાત ગેંગસ્ટર બન્યો તેના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરાશે. 

    જાની ફાયર ફોક્સ ફિલ્મ આ વેબ સીરિઝનું નિર્માણ કરશે અને અમિત જાની તેના ડિરેક્ટર હશે. વેબ સીરિઝનું પોસ્ટર દિવાળીના દિવસે રિલીઝ થશે. લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા કોણ ભજવશે એ અત્યારે સસ્પેન્સ રખાયું છે. દિવાળીના  દિવસે લોરેન્સ બિશ્નોઈની ભૂમિકામાં કયો અભિનેતા ભજવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે.

    Lawrence Bishnoi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    લેખ

    Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત

    November 5, 2025
    લેખ

    તંત્રી લેખ…રાજકારણમાં ગુનેગારો કેમ ખીલી રહ્યા છે?

    November 5, 2025
    લેખ

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025
    લેખ

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    લેખ

    તંત્રી લેખ…કોંગ્રેસ ફરીથી ઇજીજી પાછળ પડી ગઈ છે; તેણે પોતાની સંકુચિત માનસિકતા દૂર કરવી જોઈએ

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025

    07 નવેમ્બર નું રાશિફળ

    November 6, 2025

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025

    દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025

    07 નવેમ્બર નું રાશિફળ

    November 6, 2025

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.