Morbi તા.૧૯
દિવાળી પર્વ નિમિતે વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં કેટલીક શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરુ કરી દીધું હતું અને સ્કૂલ બસના વાયરલ વિડીયો બાદ તપાસ સોપવામાં આવતા પાંચ શાળાઓ ખુલ્લી હોવાનું માલૂમ પડતા પાંચ શાળાને નોટીસ આપવામાં આવી છે
દિવાળી વેકેશન દરમિયાન ખાનગી સ્કૂલની બસો શહેરમાં દોડતી હોય અને બસમાં વિદ્યાર્થીઓને તેડવા મુકવાની કામગીરી કરાતી હોવાના વિડીયો વાયરલ થયા હતા જેને પગલે માધ્યમોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેથી શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું હતું અને વાયરલ વિડીયોને પગલે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા અઊઈં ને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા જેથી ટીમોએ વાયરલ વિડીયોમાં જે શાળાની બસો જોવા મળી હતી તે શાળાઓની તપાસ કરી હતી જેમાં પાંચ સ્કૂલો ખુલ્લી હતી અને શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હોવાનું ધ્યાને આવતા કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે
જીલ્લા શિક્ષણ નિરીક્ષક પ્રવીણ અંબારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે નાલંદા વિધાલય, આર્ય વિધાલય, માસૂમ વિધાલય, એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિધાલય એમ પાંચ શાળાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે જેમાં શાળાઓને ૫ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે