Surendranagar,તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી બેફામ થતી હોય છે. આદરમિયાન આસુનદ્રાળી ગામે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવારમાં શોક માહોલ છવાયો છે. આ સમગ્ર મામલો ખનીજ માફિયાઓ દ્વારા દબાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે અગાઉ પણ સુરેન્દ્રનગરના ખંપાળિયામાં ભેટ સીમ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક ગેસ ગળતર થતા ત્રણના મોત નિપજ્યા હતા.