New Delhi,તા.21
કોરોના પછી જે લોંગ-કોરોનાની અસર છે તેમાં હૃદયરોગના દર્દીઓમાં સૌથી વધુ વધારો થયો છે અને ખાસ કરીને બાળકોથી યુવાઓના હૃદયને સૌથી મોટી અસર થઈ રહી છે તે વચ્ચે હાલમાં જ આવેલા તારણમાં જણાવાયું છે કે તમારે હૃદયની સાથે મગજની પણ ચિંતા કરવી પડશે. એક નવા અભ્યાસમાં વધુ ચોકાવનારૂ તારણ બહાર આવ્યુ છે.
જેમાં બ્રેઈન સ્ટ્રોક ભોગ બનનારમાં યુવાનોની સંખ્યા વધતી જાય છે તે દર્શાવે છે અને તેમાં આ સ્ટ્રોક માટે હાઈરીસ્ક દર્દીઓમાં જે અન્ય રોગોની સ્થિતિ જોવા મળી તે પણ ચિંતાજનક છે. ભારતીયોમાં બીપીનું પ્રમાણ વધતુ જાય છે. બ્રેઈન સ્ટ્રોકના હુમલાનો ભોગ બનનાર 74.5% દર્દીઓમાં હાઈ બીપી જોવા મળ્યું છે તો તંબાકુની આદત સીગારેટ-બીડી પીનારાએ 28.5%નો સમાવેશ થાય છે અને ડાયાબીટીસ જે હવે અત્યંત વધવા લાગ્યા છે.
તેના 27.7% દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકની શકયતા સૌથી વધુ જોવા મળી અને તેઓ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. નેશનલ સ્ટ્રોક રજીસ્ટ્રી જે હોસ્પીટલોમાંથી બ્રેઈન સ્ટ્રોકના હુમલાનો ભોગ બનનારનો ડેટા રાખે છે. ફકત 30 હોસ્પીટલોના ડેટા જ ઉપલબ્ધ છે અને તેમાં એ જાણવા મળ્યું છે કે બ્રેઈન સ્ટ્રોક તિવ્ર હુમલાનો ભોગ બનનાર દર 7 માંથી 1 ની ઉમર 45 વર્ષ કે તેથી ઓછી હતી.
ભારતમાં હવે લોકો મગજની ચિંતા કરવા લાગ્યા છે તે પણ વયની ઈમરજન્સી સર્વિસ ડિમાન્ડ દર્શાવે છે અને આ અંગે અનુભવનાર પાંચમાંથી બે લોકોએ 24 કલાકમાંજ હોસ્પીટલમાં ચેકઅપ કરાવ્યું હતું.
`ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્ટ્રોક’ માં આ અંગે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો છે જે મુજબ ભારતમાં બ્રેઈન સ્ટ્રોક ભોગ બનનારની સરેરાશ ઉમર 59.4 વર્ષની છે પણ યાદ રાખો આ ફકત 30 હોસ્પીટલનોજ ડેટા છે. પુરા દેશમાં જે રીતે લોકો બ્રેઈનની તકલીફોનો ભોગ બની રહ્યા છે અને જે રીતે યુવા મોત પણ થઈ રહ્યા છે તેથી આ ડેટા કરતા પણ પરીસ્થિતિ વધુ ખરાબ હોઈ શકે છે.
યંગ ઈન્ડીયામાં જેઓ બ્રેઈન સ્ટ્રોક ભોગ બની રહ્યા છે તેમાં 63% પુરુષો છે. ગ્રામ્ય ક્ષેત્રમાં આ પ્રકારના દર્દીઓ વધ્યા છે તે 72% જેટલા છે તે દર્શાવે છે. ગ્રામીણ જીવન જે સ્વસ્થ જીવન ગણાવે છે ત્યાં લોકો તનાવનો ભોગ બની રહ્યા છે. ફકત 20% પ્રારંભના 4-5 કલાકમાં હોસ્પીટલમાં પહોંચે છે અને 37% 24 કલાક પછી સારવાર માટે પહોંચે છે.
વાસ્તવમાં તબીબી સલાહ છે કે બ્રેઈન સ્ટ્રોકના હુમલા બાદ પ્રારંભની ત્રણ કલાકની સારવાર મહત્વની બની જાય છે. જયારે આ પ્રકારના હુમલામાં વિલંબથી સારવાર થાય છે. 13.9%ના હોસ્પીટલમાં અને 28%ના ત્રણ માસમાં મૃત્યુ થયા હતા. તેઓ ડાયાબીટીસ અને બીપીને કંટ્રોલમાં રાખો તો બ્રેઈન સ્ટ્રોકની શકયતા ઘટી જાય છે.

