Mumbai, તા.26
મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર 6 જણની ગેન્ગની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઑફ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ આ ગેન્ગ પાસેથી મોટા પ્રમાણમાં આઇફોન અને પાકિસ્તાની કોસ્મેટિક ક્રીમ જપ્ત કરીને સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
માહિતીના આધારે DRIના અધિકારીઓએ દુબઈથી મુંબઈ આવેલી 7 વ્યક્તિની અટકાયત કરી હતી. તેમના લગેજની તપાસમાં 3.38 કરોડ રૂપિયાની કિંમતના 186 આઇફોન અને 9.26 લાખ રૂપિયાની 2532 પાકિસ્તાની કોસ્મેટિક બ્યુટી ક્રીમ મળી આવ્યાં હતાં.
અટકાયત પછી આરોપીઓ આ માલનો કાયદેસરનો કબજો દર્શાવી શકે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શક્યા નહોતા. પૂછપરછ દરમ્યાન તેમણે સ્વીકાર્યું હતું કે અમે મોટી સિન્ડિકેટમાં કેરિયર તરીકે કામ કરીએ છીએ.

