Banaskantha,તા.11
બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બે બાઈક સવાર વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓ બાઈક મારફતે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા.મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે વિદ્યાર્થીના બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં બનાવમાં બંને વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા છે.
મૃતકના નામ
હરેશસિંહ શેરસિંહ રાજપૂત (ઉં.વ.17, રહે.ગુંદરી)
લાલાભાઇ વિહાભાઇ ચૌધરી (ઉં.વ.17 રહે. સાતસણ)

