New York,તા.23
દુનિયાભરનાં આઈફોન યુઝર્સ માટે એક મોટી ચેતવણી સામે આવી છે. નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક ખતરનાક સ્પાયવેર ટૂલના કારણે કરોડો આઈફોન ડિવાઇસ જોખમમાં આવી શકે છે.
સંશોધકોએ એક એવા સોફ્ટવેર ટૂલની શોધ કરી છે જે યુઝર્સની જાણ બહાર ચુપચાપ ફોનમાં ઘૂસી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ટૂલ ઇન્ટરનેટ પર સક્રિય છે અને કેટલાક હેકર ગ્રુપ તેનો ઉપયોગ કરી રહ્યાં છે.
એપ ડાઉનલોડ કર્યા વગર પણ ફોન હેક થઈ શકે છે
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ હુમલા માટે યુઝર્સે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી. માત્ર એક સંક્રમિત વેબસાઇટ ખોલવી જ પૂરતી હોઈ શકે છે. ત્યારબાદ આ ટૂલ ફોનની સિસ્ટમમાં ઘૂસીને ડેટા સુધી પહોંચી શકે છે. આ સ્પાયવેરની ખાસિયત એ છે કે તે ફોનની અંદરની ઘણી બધી માહિતી મેળવી શકે છે, જેમાં મેસેજ, ઈમેઈલ, લોકેશન અને અન્ય પર્સનલ ડેટા સામેલ હોઈ શકે છે.
એપલની વેબસાઇટ અનુસાર, દુનિયાભરમાં હજુ પણ 25 ટકા યુઝર્સ જૂના આઈ.ઓ.એસ. વર્ઝન પર છે. જો ગણતરી કરવામાં આવે તો અંદાજે 27 કરોડ આઈફોન યુઝર્સ પર આ સંભવિત ખતરો તોળાઈ રહ્યો છે. જે લોકો પોતાનો ફોન સમયસર અપડેટ કરતાં નથી, તેમનાં માટે આ જોખમ સૌથી વધુ છે.
શું છે ડાર્ક સોર્ડ (Dark Sword)?
આ મેલવેરનું નામ પડાર્ક સોર્ડથ રાખવામાં આવ્યું છે, જે તરત જ આઈફોનને હેક કરી શકે છે. સંશોધકોનો અંદાજ છે કે આનાથી 22 થી 27 કરોડ આઈફોન જોખમમાં આવી શકે છે કારણ કે તે જૂના સોફ્ટવેર પર ચાલી રહ્યાં છે.
આ સ્પાયવેર આઈ.ઓ.એસ. 18.4 અને 18.6 વર્ઝન પર ચાલતાં સ્માર્ટફોનને નિશાન બનાવી શકે છે. મુશ્કેલી એ છે કે આ મેલવેર અટેક પલજ્ઞદ હીફથ જેવી વેબસાઇટ્સ દ્વારા થયો છે, જે જોવામાં અસલી લાગે છે.
એપલના પ્રવક્તાએ જણાવ્યું છે કે, સોફ્ટવેર અપડેટ રાખીને આવા મેલવેરથી બચી શકાય છે. કંપનીએ કહ્યું કે એપલનું પસેફ બ્રાઉઝિંગથ આવી જોખમી વેબસાઇટ્સને બ્લોક કરે છે. અત્યાર સુધી આવા અદ્યતન ટૂલ્સ માત્ર ચોક્કસ લોકોને જ નિશાન બનાવતા હતા, પરંતુ હવે તેનો વ્યાપ વધી રહ્યો છે અને સામાન્ય યુઝર્સ પણ તેનાં શિકાર બની શકે છે.
ચેતવણી
દુનિયાભરનાં કરોડો આઈફોન યુઝર્સ પર હેકિંગનો ખતરો છે. આ એટલો ખતરનાક છે કે માત્ર વેબસાઇટ ખોલતાં જ મોબાઈલનો ડેટા લીક થઈ શકે છે.

