New Delhi,તા.02
દેશમાં રાજકીય પક્ષોમાં ચાલતા પક્ષપલ્ટા પર મોટો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું કે 90% નેતાઓ કોઈ નિષ્ઠા વગર, રાજકીય લાભ માટે જ પક્ષ પલટા કરે છે.
આ નેતાઓને એ ખ્યાલ હોતો નથી કે શા માટે તેઓ પક્ષ છોડે છે અને જે પક્ષમાં જોડાય છે તેમાં તેમની વિચારધારા શું છે! આ નેતાઓ દંડા-ઝંડા તૈયાર રાખે છે અને જે પક્ષની સરકાર હોય કે સરકાર બને તેની રાહ જોતા હોય છે.
શ્રી ગડકરીએ કહ્યું છે કે, ભારતમાં વિચારકોની ભીન્નતાની સમસ્યા નથી પણ રાજનીતિમાં વિચારોની શુન્યતાની સૌથી મોટી સમસ્યા છે. તેઓ મહારાષ્ટ્રના અમરાવતીમાં શિવાજી સંસ્થાના અમૃત મહોત્સવમાં સંબોધન કરી રહ્યા હતા.
શ્રી ગડકરીએ કહ્યું કે, રાજનીતિમાં હવે તત્વ, નિષ્ઠા, સિદ્ધાંત, લક્ષ્ય, વિચાર, નિષ્ઠા ઓછા થઈ રહ્યા છે. વિચારોની ભીન્નતાનો પ્રશ્ન નથી પણ વિચારોની શુન્યતાનો પ્રશ્ન છે. તેઓએ રમૂજમાં કહ્યું કે હું વ્યક્તિગત કોઈ માટે કહેતો નથી અને તેથી કયારેક અચ્છે દિન હોય છે.
કયારેક હોતા નથી. કયારેક જનતા ચુટે છે કયારેક નહી પણ જીવંત વ્યક્તિ એ છે કે તે પ્રવાહ સાથે ચાલતો નથી. તેઓએ કહ્યું કે જે જીવતી માછલીઓ હોય છે તે પણ પ્રવાહની સામેની દિશાએ જાય છે પણ જે પહેલી માછલી કે પછી સમુદ્રનો કચરો હોય છે તે પ્રવાહની સાથે વહે છે.

