Amreli , તા.17
જાફરાબાદ મરીન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ધારાબંદર વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપી દારૂ-વાહન મળી રૂા. 1ર.8પ લાખનો મુદામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
સાવરકુંડલા ડીવીઝનના i/c નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાએ સાવરકુંડલા ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે,જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે ડંકા (લેન્ડીંગ પોઇન્ટ) વિસ્તારમા બોટો દ્વારા દરીયાઇ માર્ગે કોઇ ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી લોડીંગ વાહનમાં ભરી હેરાફેરી કરે છે.
જે બાતમી આધારે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ટીમ વોચમાં રહી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની બોટલ નંગ રરપ9 કિ. રૂા.9,35,043 અને બોલેરો ગાડી RTO રજી નં GJ-32-T-1707નો કિં. રૂા. 3,50,000 મળી કુલ રૂા. 1ર,8પ,043નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
આ કામગીરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એ.એમ.રાધનપરા તથા હેડ કોન્સ. આશિષસિંહ ઝાલા તથા હેડ કોન્સ. સુરેશભાઇ ડાભી તથા પો.કોન્સ. સંદિપભાઇ મકવાણા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ભુકણે કરી હતી.
