Surendranagar, તા.1
સુરેન્દ્રનગરમાં હુમલા ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હુમલાની ઘટના સામે આવી છે પાન પાર્લર ચલાવતા યાસીનભાઈ મન્સૂરી ઉપર હુમલો કરી અને મહિલા સહિત ત્રણ લોકો ફરાર બની ગયા છે ત્યારે આ અંગે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં આવેલા પાન પાર્લર ચલાવતા યાસીનભાઈ મન્સૂરી અને તેમના સગાસ્નેહી જેનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે ઇજાગ્રસ્ત વેપારીને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમને વધુ સારવાર આપવામાં આવી છે જોકે તેમની અત્યંત ક્રિટીકલ હાલત હોવાના કારણે આઈ સી યુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
યાસીનભાઈ પોતે પાન પાર્લર ચલાવી રહ્યા હતા ત્યારે મહિલા અને અન્ય બે યુવકો દ્વારા તેમની આંખમાં મસાલાની ભૂકી નાખવામાં આવી હતી ત્યારબાદ ધોકા પાઇપ જેવા શસ્ત્રો વડે હુમલો કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલા પારિવારિક ઝઘડા નું સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ તે છતાં પણ આ પ્રકારનો હુમલો કરવામાં આવતા પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે..
જાહેરમાં રોડ રસ્તા ઉપર અને ધોળા દિવસે આ પ્રકારની ઘટના બની છે જેને લઈને હુમલાખોરોનો જાણે ખૂબ ઊડી ગયો હોય તે પ્રકારની ઘટના બની છે અને નાકના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે વેપારી ની હાલત પણ ક્રિટિકલ છે ત્યારે હુમલો કરવામાં તોહીદ મનસુરી અનસ મન્સૂરી અને સબાના મન્સૂરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આજુબાજુના લોકો દ્વારા ઇજાગ્રસ્ત વેપારીને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમની હાલત ગંભીર હોવાના કારણે અંતે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ વિભાગ પાસે ભોગ બનનાર પરિવારજનોએ માંગ કરી છે કે આ આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેરમાં હુમલો કરવા બદલ તેમના વિરોધમાં પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હુમલાખોરોએ પ્લાનિંગ મુજબ પહેલા વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી, જેથી તે કઈ જોઈ ન શકે. ત્યાર બાદ બે શખ્સો અને એક મહિલાએ ભેગા મળીને લોખંડની પાઈપ અને લાકડીઓ વડે વેપારી પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
અંગત અદાવત હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં આ હુમલો કોઈ જૂની અંગત અદાવતને લીધે થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલાખોરોમાં એક મહિલા પણ સામેલ હોવાનું CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. ધોળા દિવસે જાહેર રોડ પર થયેલા આ હુમલાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
CCTVના આધારે તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે વાયરલ થયેલા CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
દિવસે-દહાડે અને જાહેર બજારમાં બનેલી આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો મુખ્ય બજારમાં જ વેપારીઓ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું?
હાલમાં હુમલો કરીને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વેપારી પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

