Amreli, તા.19
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામ જિલ્લાનું એકમાત્ર એવો ગામ બન્યું છે, જ્યાં પરંપરાગત દેશી રાબડા પદ્ધતિથી દેશી ગોળ તૈયાર કરવામાં આવે છે. ખેડૂત ધીરુભાઈ શિરોયા છે. તેમણે જણાવ્યું કે તેમનો અભ્યાસ માત્ર ધોરણ 10 સુધીનો છે. પરંતુ ખેતી પ્રત્યેનો લગાવ અને નવી દિશામાં વિચારવાની ક્ષમતાએ તેમને સફળ બનાવ્યા છે.
ધીરુભાઈ પોતાના 3 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરે છે. શેરડી કાપ્યા બાદ દેશી રાબડા પદ્ધતિથી રસ કાઢવામાં આવે છે. અને મોટા કડામાં ધીમા તાપે આ શેરડીનાં રસને ઉકાળી શુદ્ધ ગોળ તૈયાર થાય છે. આ પ્રક્રિયામાં કોઈ કેમિકલ કે રંગનો ઉપયોગ થતો નથી, જેથી ગોળ સંપૂર્ણ પણે કુદરતી બને છે. દર વર્ષે અંદાજે 150 મણથી વધુ દેશી ગોળનું ઉત્પાદન મેળવે છે

