Jasdan, તા.21
જસદણના રહીશ કલ્પેશભાઈ હિકુભાઈ બારૈયા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દ્વારા બી.એમ.એસ ની કલમ 64/2 /જે 351/3 ની ફરિયાદ કરી તેની ઉપર એવા આરોપ કરવામાં આવેલ કે દોઢ વર્ષ પહેલા નગરપાલિકાના નવા ભવનનું કામ ચાલુ હોય તેમાં સફાઈ કરવા માટે તેણીને બોલાવી અને નોકરીમાંથી છુટા કરી દેવાની તથા તેના પતિ અને સંતાનને મારી નાખવાની ધમકી આપી બદકામ કરવામાં આવેલ હતા. તપાસ કરનાર અમલદાર દ્વારા કલ્પેશ હિકુભાઈ બારૈયાની ધરપકડ કરવામાં આવેલ અને ગોંડલ સબ જેલમાં મોકલી આપવામાં આવેલ હતા.
કલ્પેશભાઈ હિકુભાઈ બારૈયા દ્વારા રાજકોટની સેશન અદાલતમાં અરજી કરવામાં આવતા અરજદાર પક્ષે તેમના એડવોકેટ દ્વારા જરૂરી દસ્તાવેજો પુરાવા રજૂ કરી અને દલીલો થતા રાજકોટના એડી ડિસ્ટ્રીક એન્ડ સેશન જજ દ્વારા દસ્તાવેજો પુરાવા વગેરે ધ્યાને લઈ નામ અદાલત દ્વારા કલ્પેશ હિકુભાઈ બારૈયાને જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ હતો. અરજદાર કલ્પેશ હિકુભાઈ બારૈયા તરફે તેમના એડવોકેટ તરીકે જસદણના એડવોકેટ મનન રશ્મિનભાઈ શેઠ, માધવર શેઠ, રશ્મિનભાઈ નટવરલાલ શેઠ અને સહાયક તરીકે જય રશ્મિન શેઠ રોકાયેલા હતા.

