Washington,તા.31
ઈરાનની નેવી ડ્રિલ પર અમેરિકી સેના ભડકી ઉઠી છે. ઈસ્લામિક રિપબ્લિક ગાર્ડ કોટ આઈઆરજીસીએ ધમકી આપતા અમેરિકા રવિવારે તહેરાન પર હુમલો કરી શકે છે. અમેરિકી સેનાએ ઈરાનના ઈસ્લામિક રિપબ્લિક ગાર્ડ કોર (આઈઆરજીસી)ને ખુલ્લી ચેતવણી આપી હોર્મુજ જલડમરૂ મધ્યમાં અભ્યાસ રોકવાનું કહ્યું છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે અમે આઈઆરજીસીની અસુરક્ષિત હરકતોને સહન નહી કરીએ. એક દિવસ પહેલા જ ઈરાને જાહેરાત કરી હતી કે ઈસ્લામિક રિવોલ્યુશરી ગાર્ડ કોર હોર્મુજ સ્ટ્રેટમાં બે દિવસ લાઈવ-ફાયર નૌસૈનિક અભ્યાસ કરવા જઈ રહ્યું છે.
જે આવતીકાલ રવિવારથી શરૂ થશે. આ દરમિયાન રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વીકએન્ડમાં ઈરાન પર હુમલો કરવાની મંજૂરી આપી શકે છે. સૂત્રોના હવાલાથી જાણવા મળતી વિગત મુજબ જો અમેરિકા આગળ વધે છે તો આવતીકાલ રવિવારથી હુમલાની શરૂઆત થઈ શકે છે.
એક પૂર્વ સિનિયર ઈન્ટેલિજન્સ અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકી સૈન્ય રણનીતિકાર ઈરાનની આસપાસ ન્યુકલીયર, બેલેસ્ટિક અને અન્ય સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.
અધિકારીએ કહ્યું હતું કે આ હુમલાનો ઉદેશ માત્ર ન્યુકલીયર મિસાઈલ પ્રોગ્રામ નથી, ઈરાની સરકાર અને ખાસ કરીને આઈઆરજીસીના નેતૃત્વ અને ક્ષમતાઓને ખતમ કરવાનો પણ હશે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે ઈરાની નેતૃત્વ પર એક સફળતા મળ્યા બાદ લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરશે, જે સરકારને ઉથલાવી નાખશે.

