Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના
    • Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    • ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં
    • Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    • Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ
    • IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું
    • IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ
    • IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.27

    રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી 500 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઉંમર અને અનુભવની ઉણપને તાકાત બનાવીને તે એવી ‘સંપૂર્ણ’ બેટિંગ શૈલી લઈને આવ્યો છે, જેને આધુનિક ટી-20 ક્રિકેટની નવી બ્લુપ્રિન્ટ માનવામાં આવે છે.

    બાકીના લોકોથી અલગ
    ગયા વર્ષ સુધી જે બેટ્સમેન માત્ર ઝલકમાં પોતાની ક્ષમતા બતાવતો હતો, આ વખતે તે એક સંપૂર્ણ અને અત્યંત ખતરનાક સ્વરૂપમાં સામે આવ્યો છે. 38.30ની સરેરાશ અને 220.40ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે સૂર્યવંશીએ પોતાને બાકીના બેટ્સમેનોથી અલગ કરી દીધો છે.

    ગુડ લેન્થ પર હુમલો 
    ટી-20 માં ‘ગુડ લેન્થ’ને બોલરોનો સૌથી સુરક્ષિત કિલ્લો માનવામાં આવે છે, પરંતુ વૈભવે આ કિલ્લાને ‘સ્કોરિંગ એરિયા’ માં ફેરવી દીધો છે. જ્યાં વિશ્વભરના બેટ્સમેનો આ લેન્થ પર રક્ષણાત્મક હોય છે, ત્યાં વૈભવે આવા 47 બોલમાં 119 રન બનાવ્યા છે, તે પણ 253.20 ના સ્ટ્રાઈક રેટથી અને માત્ર ત્રણ વખત આઉટ થયો છે. તેનો આ નીડર અંદાજ જસપ્રીત બુમરાહ જેવા વિશ્વસ્તરીય બોલરની સામે પણ ડગમગતો નથી, જેનું સ્વાગત તેણે પ્રથમ બોલ પર જ સિક્સર સાથે કર્યું હતું.

    અલગ ટેકનિક
    પૂર્વ ક્રિકેટર અભિનવ મુકુંદના જણાવ્યા અનુસાર, વૈભવની ‘બોટમ હેન્ડ ડોમિનેન્ટ ગ્રીપ’ તેને અસાધારણ તાકાત આપે છે. તેનું બેટ ‘લીવર-પુલી’ મોશનમાં ચાલે છે. પહેલા નીચે સ્વિંગ થવું અને પછી વીજળીની ઝડપે ઉપર જવું. આ જ કારણ છે કે તે ફ્રન્ટ ફૂટ પર 300+ ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે.

    સ્પિન, પેસનો તફાવત નહીં
    વૈભવ માટે બોલરનો પ્રકાર મહત્વનો નથી. ફાસ્ટ બોલરો સામે તેનો સ્ટ્રાઈક રેટ 236.80 છે, જ્યારે સ્પિન સામે પણ 189 થી ઉપર છે, જે ઓછામાં ઓછા 50 બોલ રમનાર બેટ્સમેનોમાં છઠ્ઠા સ્થાને છે. ડાબોડી સ્પિનરો સામે તો વૈભવ વધુ ઘાતક બની જાય છે, જ્યાં તેનો સ્ટ્રાઈક રેટ 280 ને પાર કરી જાય છે.
    વૈભવના સ્લોગ અને સ્લોગ સ્વીપ જેવા શોટ્સ બતાવે છે કે તે કોઈપણ બોલરને જામવાની તક આપતો નથી. વૈભવ હવે માત્ર એક બેટ્સમેન નથી, પરંતુ ટી-20 બેટિંગનું તે આધુનિક મોડલ છે જ્યાં ‘ડિફેન્સ’ માટે કોઈ જગ્યા નથી.

    રસપ્રદ: મેચ પહેલા કાર્ટૂન જુએ છે
    સૂર્યવંશી આજે પણ મેચ પહેલા કાર્ટૂન જુએ છે. તે પોતે સ્વીકારે છે કે કાર્ટૂન જોવું એ તેની જૂની આદત છે, જે હજુ સુધી બદલાઈ નથી. તેના માટે કાર્ટૂન જોવું એ એક રીતે મગજને શાંત રાખવાની રીત છે, જેનાથી તે વધુ દબાણ વગર મેદાન પર ઉતરી શકે છે અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

    માત્ર આક્રમકતા નહીં, નિયંત્રણ પણ
    એક ઉત્તમ ઉદાહરણ ભુવનેશ્વર કુમાર સામે જોવા મળ્યું, જ્યારે તેણે સ્લો બોલથી વૈભવને થાપ આપી. સૂર્યવંશીએ પહેલા આક્રમક શોટનો પ્રયાસ કર્યો, પણ બોલની ગતિ ઓળખતા જ પોતાની જાતને એડજસ્ટ કરી લીધી. આ ક્ષણ બતાવે છે કે તેની રમતમાં નિયંત્રણનું સ્તર પણ ઊંચું છે.

    તોડ : દૂર જતો સ્વિંગ બોલ
    વૈભવ સૂર્યવંશીને બોલથી દૂર સ્વિંગ કરાવવા પર પણ બોલરોને સફળતા મળી છે. ત્રણ વખત તે આ એંગલ સામે રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો, જ્યાં તેની સરેરાશ 14.7 રહી હતી.

    યોર્કર પણ વૈભવ પર અસરકારક
    યોર્કર સામે જ વૈભવ સૂર્યવંશીની ઝડપ પર થોડી બ્રેક લાગતી દેખાય છે, જ્યાં તેનો સ્ટ્રાઈક રેટ 38 સુધી ઘટી જાય છે, જ્યારે ફુલ ટોસ પર તે
    120 છે.  પરંતુ યોર્કરમાં ભૂલને અવકાશ નહિવત હોય છે. જરાક પણ ચૂક થાય તો બોલ એ જ ઝોનમાં પહોંચી જાય છે, જ્યાં સૂર્યવંશી પહેલેથી જ તૈયાર રહે છે.

    Vaibhav Suryavanshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    ખેલ જગત

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026
    ખેલ જગત

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026
    ખેલ જગત

    IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ

    April 27, 2026
    ખેલ જગત

    IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ

    April 27, 2026
    ખેલ જગત

    હિટમેન તરીકે જાણીતા Rohit Sharma સહિત અનેક ક્રિકેટર રિલાયન્સના મહેમાન

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026

    IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.