New Delhi, તા.27
ઘણા ઓછા પ્રસંગોમાં એવું જોવા મળે છે કે, કોઈ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર ચાહકોના જોરદાર સમર્થન વચ્ચે 209 રન બનાવ્યા પછી પણ માત્ર 1 રનથી હારી જાય અને ત્યારબાદની મેચમાં 264 રન જેવો વિશાળ સ્કોર ઉભો કરીને પણ તેને બચાવી ન શકે. પરંતુ દિલ્હી કેપિટલ્સ સાથે એવી જ વિસંગત પરિસ્થિતિ સર્જાઈ છે. ટીમે હોમ ગ્રાઉન્ડ પર સતત બે નજીકની હાર સહન કરી છે, જેના કારણે ચાહકો નિરાશ થયા છે.
આ બે કારમી હાર પછી, હવે દિલ્હીનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થવાનો છે. RCB આ સીઝનમાં પણ ચેમ્પિયન જેવી રમત દેખાડતાં 7માંથી 5 જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. દિલ્હી માટે એકમાત્ર રાહત એ છે કે છેલ્લી મેચમાં, તેણે બેંગ્લોરને તેના જ ઘરમાં હરાવ્યું હતું. જે હવે આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બની શકે છે.
RCBની બેટિંગ વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ આ યુનિટે સારું પ્રદર્શન કર્યું છે. વિરાટ (328 રન), કેપ્ટન રજત પાટીદાર (238 રન), દેવદત્ત પડિકલ (208 રન), ફિલ સોલ્ટ (202 રન) અને ટિમ ડેવિડ (183 રન) એ સાતત્ય દર્શાવ્યું છે. ડીસી ઓપનર કેએલ રાહુલ (357 રન) જબરદસ્ત ફોર્મમાં છે, પરંતુ તેને બીજા છેડેથી સતત સમર્થન મળ્યું નથી.

