Amreli, તા.31
લાઠી નજીક ભાવનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર હીરાણા ગામના પાટીયાથી આગળ વહેલી સવારના બનલે અકસ્માતના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે.
આ બનાવમાં લાઠી તાલુકાના હીરાણા ગામના પાટીયાથી થોડે દુર જાનબાઇ દેરડી ગામ તરફ જતાં ભાવનગર-રાજકોટ રોડ ઉપર ગત તા.22 ના રોજ વહેલી સવારના એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી એક અજાણ્યા રાહદારી સાથે ભટકાવી દઇ, રાહદારીને ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાસી ગયેલ હતો.
આ બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો. જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા લોક ભાગીદારીથી લગાડવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા પૈકી લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવડં આઉટ-પોસ્ટ ખાતેના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ જાનબાઇ દેરડી ગામ ખાતેના સી.સી.ટી.વી. ફુટેજ આધારે અકસ્માત કરી નાશી છૂટેલાં લકઝરી બસ નં. AR-06-C-9925 ના ચાલક વિસાવદર ગામે રહેતાં આરોપી આસીફભાઇ આરીફભાઇ ઘોઘારી નામના આરોપીને ઝડપી પાડી અકસ્માતના ગુન્હાનો ભેદ લાઠી પોલીસ સ્ટેશનની સવેલન્સ ટીમે ઉકેલી નાખેલ છે.

