Amreli ,તા.31
અમરેલી જિલ્લામાં જાણે સાયબર કરનારા શખ્સો માટે મોકલું મેદાન હોય તેમ જિલ્લાનાં અલગ ગામમાંથી અલગ અલગ દિવસે થયેલ સાયબર ફ્રોડની એક જ દિવસે રૂપિયા 17,56,804ની રકમની સાત સાત પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામેલ છે.
પ્રથમ બનાવમાં બગસરા તાલુકાના માવજીંજવાના વતની અને હાલ સુરત મોટા-વરાછા વૃંદાવન સોસાયટીમાં રહેતાં જયરાજભાઇ મધુભાઇ રાબડીયા નામનાં 35 વર્ષીય વેપારી યુવકના મોબાઇલ ફોન નંબર જીઓ સીમકાર્ડ કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ રીતે બંધ અલગ અલગ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.1,84,977 ઉપાડી લઇ વેપારી સાથે છેતરપીંડી બીજા બનાવમાં બાબરા તાલુકાના ભીલા ગામે રહેતાં રાજેશભાઇ પીઠાભાઇ ડેર નામનાં 36 વર્ષીય યુવકના સાથી ખાતામાંથી કુલ રૂપિયા 1,92,500 ની ઓનલાઇન ઠગાઇ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ત્રીજા બનાવમાં અમરેલીની અમૃતધારા સોસાયટી, ચક્કરગઢ રોડ ઉપર રહેતાં કાળુભાઇ નાથાભાઇ સાવલીયા નામનાં 46 વર્ષીય આધેડ વેપારીની જાણ બહાર કોઇ અજાણ્યા આરોપીએ કુલ રૂા.3,64,912 ઓનલાઇન ઠગાઈ ચોથા બનાવમાં ખાંભા લીંમડીપરામ વિસ્તારમાં રહેતાં વનરાજભાઇ બાલુભાઇ ભીલ નામનાં 47 વર્ષીય આધેડે કોઇપણ જાતનો ઓ.ટી.પી. કે કોઇપણ ટ્રાઝેકશન્સ કર્યા વગર તેમના ઉપાડી લઈ ઠગાઈ પાંચમાં બનાવમાં જાફરાબાદ ગામે મોટા ઉંચાણીયા હવેલીની બાજુમાં રહેતાં ચેતનભાઇ મુકુંદરાય પારેખ નામનાં 46 વર્ષીય વેપારીને ગત તા.3 ના રોજ અજાણ્યા મોબાઇલ નંબરમાંથી ફોન આવેલ અને વેપારીને HDFC બેંકના મેનેજર તરીકેની ઓળખ આપી વેપારી સાથે વિશ્વાસઘાત કરી વેપારીને ઉપરોક્ત મોબાઇલમાંથી તેના વોટ્સએપ એપ્લીકેશન ઉપર લીંક મોકલીના HDFC બેંકના ક્રેડીટ કાર્ડમાંથી બે અલગ-અલગ કુલ રૂપિયા 95,473 ના ટ્રાન્જેકશન કરી લઈ વેપારી સાથે છેતરપીંડી કરી ઓનલાઇન સાયબર ફ્રોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
છઠ્ઠા બનાવમાં રાજુલા ગામે પાણીની ટાંકી પાસે, અંબાજી મંદીરની બાજુમાં રહેતાં ગૌરવભાઇ ધીરૂભાઇ ટાંક નામનાં 22 વર્ષીય યુવક સાથે કોઈ જાનવી નામની મહીલાએ બે અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી સંપર્ક કરી અને આ યુવકને શેર ખરીદવાની ટીપ્સ આપી કુલ રૂપિયા 75,800 ટ્રાન્જેકશન કરાવી લઈ તેમજ સાતમા બનાવમાં અમરેલીના માણેકપરામાં રહેતાં મિલનભાઇ રસીકભાઇ ગઢીયા નામનાં 40 વર્ષીય વેપારી યુવક તથા તેમના મિત્રના વોટ્સેપમાં કોઈ અજાણ્યા ઇસમે રૂપિયા 7,28,000 ઓળવી જઇ ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

