Amreli, તા.3
ધારી નજીક પણ છાશવારે સિંહના ટોળા હાઈવે માર્ગ ઉપરથી પસાર થતાં હોય છે. ત્યારે આવા સિંહ પરિવાર વાહન અકસ્માતનો ભોગ ના બને તે માટે આવા સિંહ પરિવારની સલામતી માટે તેમના ઉપર સતત નજર રાખવા માટે ખાસ ટુકડી બનાવી છે.
અમરેલી જિલ્લાનાં ગીરકાંઠાના ધારી તાલુકામાં અનેક સિંહ પરિવાર વસતો હોય, ત્યારે ધારી અમરેલી સ્ટેટ હાઈવે ઉપર છતડીયા ગામ નજીક એકી 11 સિંહોનું ટોળું નીકળ્યું હતું. અને આ સ્ટેટ હાઈવે પર 11 સિંહોનું ટોળું રોડ ઓળંગી રહયું હતું.
ત્યારે આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર રહેતો હોય અને કોઈ વાહન ચાલક આ સિંહ પરિવાર સાથે અકસ્માત કરી ના બેસે તે માટે થઈ અને સિંહ પરિવાર આ માર્ગ સહી સલામત રીતે ધારી ગીર વનવિભાગના કર્મીઓ દ્વારા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર થંભાવી દઈ અને આ સિંહો પરિવારને માર્ગ ઓળંગવામાં બન્યા સહાયરૂપ બન્યાં હતાં.
બાદમાં આ 11 સિંહ પરિવાર રોડ ઓળંગી ગયા બાદ આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. આમ સિંહ પરિવાર સાથે વાહન અસ્કામત ના સર્જાય તેવી કાળજી રાખતો અને સિંહ પરિવારને રોડ ઓળંગવા માટે મદદરૂપ થતાં વનકર્મીઓનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામેલ છે.

