Amreli ,તા.3
અમરેલીના સ્લમ વિસ્તારના બાળકોમાં પણ શિક્ષણના દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક કરવા માટે થઈ અમરેલીના સ્લમ વિસ્તારના બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળાએ અનોખી પહેલ કરી છે.
અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો જે અભ્યાસથી વંચિત ન રહે તેવો સરાહનીય પ્રયાસ કરીને ’શિક્ષણ એ બાળકનો અધિકાર છે’ તેવી સફળતાની ઉડાન સાથે પી.જી.વી.એલ. અને સી.એસ. આર. અંતર્ગત એક સ્કૂલ બસને શાળા હોય તેમ તૈયાર કરી. આ સ્કૂલ બસમાં જ વિધાર્થીઓને બેસવાની, બ્લેકબોર્ડ, પુસ્તકો સાથેની શૈક્ષણિક સાધનો રાખીને હરતી ફરતી શાળા ગરીબ બાળકો માટે આશાનું કિરણ બનેલી છે .
આ બસની અંદર વિધાર્થીઓને બેસવાની વ્યવસ્થા, બ્લેક બોર્ડ, પુસ્તકો રાખવાની જગ્યા અને અન્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ હરતી ફરતી શાળા તરીકે ઉપયોગમાં લેવાઈ છે. અને અમરેલી શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં બસને લાવીને ભણાવવામાં આવે છે. અને વિધાર્થી બાળકો પણ હોંશે હોંશે ભણવા પહોંચી જાય છે.
શહેરમાં સ્લમ વિસ્તારની સ્થિતિ અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવીને આ વિસ્તારના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુ સાથે આ હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવેલ છે.
ગરીબ અને સાવ સ્લમ વિસ્તારના વિધાર્થીઓ આ હરતી ફરતી શાળામાં આવે છે. અને અમે બધાં જ શિક્ષણ મેળવી રહ્યા છીએ.તેમ પુજા અંસારીએ જણાવ્યું
હતું. સવારે અને સાંજે એમ બે પાળીમાં આ હરતી ફરતી શાળામાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ હરતી ફરતી શાળા માત્ર એક બસમાં ચાલતી શાળા નથી પરંતુ ગરીબ બાળકોના સ્વપ્નઓની નવી ઉડાન આપતી એક આશાના સમાન કિરણ છે.તેમ શિક્ષિકા ગીતાબેન મકવાણાએ જણાવ્યું છે.

