Amreli, તા.3
બાબરા તાલુકાના કલોરાણા ગામે રહેતાં એક પતિ પત્નિ વચ્ચે રૂપિયા ઉછીના લેવાં બાબતે બન્ને પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી જઈ પતિ પત્નિએ ઝેરી દવા પી જતા પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું તથા પત્નિને હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયાનું પોલીસ જાહેર થવા પામેલ છે.
બાબરા તાલુકાના કલોરાણા ગામે રહેતાં સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી નામનાં 35 વર્ષીય યુવકે સ્થાનીક બચત મંડળમાંથી રૂપિયા ઉછીના લીધેલ હોય, જે બાબતે આ બન્ને પતિ-પત્નિ વચ્ચે ગત તા.31 ના રોજ સાંજે 5/30 વાગ્યાના અરસામાં કલોરાણા ગામે, પોતાના રહેણાંક મકાને બોલાચાલી થતા આવેશમાં આવી જઈ પતિ પત્નિ સહિત બન્નેએ જીરામાં છાંટવાની ઝેરી દવા પી જતા સંજયભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું તથા તેમનાં પત્નિ પ્રભાબેનને જસદણ ખાતે હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

