Vadodara, તા.5
જિલ્લાના વાઘોડિયામાં વિદેશી દારૂની તસ્કરી અને લોકલ પોલીસની બેદરકારી અને બેજવાબદારીના કેસમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SMC)ની કડક કાર્યવાહી બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ મામલો વાઘોડિયા બસ સ્ટેન્ડની પાછળ આવેલા વિસ્તારમાં વિદેશી દારૂના કટીંગ (વેચાણના સ્થળ) પર જખઈ દ્વારા પાડવામાં આવેલા દરોડા સાથે જોડાયેલો છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ (6129 બોટલો) જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મળી આવેલા મહત્વના પુરાવાઓમાં 9 ડાયરીઓ પણ સામે આવી હતી.
ડાયરીથી પોલીસકર્મીઓની મીલીભગતનો થયો ખુલાસો હતો. આ ડાયરીઓમાં કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબ નોંધાયા હતા. સૌથી ચોંકાવનારી વાત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા તપાસ અને કાર્યવાહીને વેગ મળ્યો હતો.
જેના પગલે વાઘોદિયા પોલીસ સ્ટેશનમાંથી બદલી થયા બાદ પણ ઙઈં પૃથ્વીરાજસિંહ જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ડાયરીમાં નોંધાયેલા અન્ય સંબંધિત વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો ઝડપથી ચાલી રહ્યા છે.

