Vadodara,તા.24
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના વિદ્યુત (TRD) વિભાગ દ્વારા વર્ષ 2025-26માં 302 ટ્રેક કિલોમીટરમાં જૂના અને નબળા ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) વાયરો બદલવામાં આવ્યા છે. આ કામગીરી ખાસ કરીને વડોદરા–સુરત વિભાગમાં હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામે ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ છે.
વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (TRD) નલિન લોચન ગુપ્તાએ જણાવ્યું કે વર્ષ 2021-23 દરમિયાન કેટેનરી અને કોન્ટેક્ટ વાયર વારંવાર તૂટવાના કારણે અનેક ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી, જેની મેલ/એક્સપ્રેસ ટ્રેનોની સમયસરતા પર ખૂબ ખરાબ અસર પડી હતી. આ સ્થિતિ સુધારવા માટે મંડળ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

