Mumbai,તા.05
હાલમાંજ વિખ્યાત સંગીતકાર રહેમાને તેઓને મુસ્લીમ હોવાના નાતે બોલીવુડમાં `કામ’ મળતુ નથી તેવો વિવાદ સર્જયો તે વચ્ચે હવે અભિનેતા નસીરુદીન શાહે મુંબઈ યુનિ.માં તેઓને મળેલુ એક નિમંત્રણ આખરી ઘડીએ રદ થયું તેના પર આક્રોશ દર્શાવતા કહ્યું કે આ એક અપમાનજનક અને ખોટું થયુ છે.
આ હવે એ દેશ નથી જેમાં મારો જન્મ થયો છે. હું મોટો થયો કે મુંબઈ યુનિ.એ ઉર્દુ વિભાગના વિદ્યાર્થીઓના એક કાર્યક્રમમાં અગાઉ આપેલુ નિમંત્રણ રદ કર્યા બાદ અભિનેતાએ ઈન્ડીયન એકસપ્રેસમાં એક આર્ટીકલ લખીને આક્રોશ વ્યક્ત કર્યો.
જશ્ન-એ-ઉર્દુ નામના કાર્યક્રમમાં તેઓને આમંત્રણ હતું અને તેઓ મને આ કાર્યક્રમ પુર્વેની રાત્રીના કહેવામાં આવ્યું કે તમારે કાર્યક્રમમાં આવવાની જરૂર નથી પણ શા માટે તેઓને કાર્યક્રમમાં હાજરીનો ઈન્કાર કરાયો તેનું કોઈ કારણ અપાયુ ન હતું.
નસીરુદીને કહ્યું કે તેઓએ દિલગીરી વ્યક્ત કરવાની પણ ચિંતા કરી ન હતી. એટલું જ નહી અભિનેતાના દાવા મુજબ યુનિ.એ તેમની ગેરહાજરી અંગે કાર્યક્રમમાં તેવી જાહેરાત કરી કે મે આવવાનો ઈન્કાર કર્યો છે. આથી વધુ અપમાન હોઈ શકે નહી.
જયારે મને કાર્યક્રમમાં નહી આવવા કહેવાયુ હતું. તેઓએ આ લેખમાં રાજકીય મુદો ઉઠાવતા કહ્યું મે કદી ખુદને વિજયગુરુ કહેનારની પ્રશંસા કરી નથી. જો વડાપ્રધાન અને તેની સતાની વ્યવસ્થાની ટીકા જરૂર કરી છે. તેઓએ પોતાના લેખમાં અનેક સમસ્યાઓ ગણાવી હતી.
તેઓએ જયોર્જ મોરવેલના પુસ્તક `1948’નો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે હાલત એવી છે કે મહાન નેતાની પ્રશંસા નહી કરનારને દેશદ્રોહ માનવામાં આવે છે. તેઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો એ મારા માટે જીવનનો સૌથી મોટો આનંદ છે.
તેમનું માનવું છે કે આમંત્રણ રદ કરવા પાછળ રાજકીય વિચારધારા છે. એક વરિષ્ઠ અધિકારીએ મને કહ્યું હતું કે તમો દેશ વિરોધી વિધાનો આપો છો. તેઓમાં સાચી વાત કહેવાનું સાહસ નથી પણ હું પડકાર કરુ છું કે મારુ એક એવું વિધ્ન બતાવી આપો કે તે દેશ વિરોધી હોય! હું સતાધારી પક્ષની ટીકા કરુ છું અને કરતો રહીશ પણ મે હંમેશા મારા દેશના નાગરિક તરીકેની ભાવના અને બીજા પ્રત્યેના વિચારો પર અફસોસ દર્શાવ્યો છે.
તેઓએ દિલ્હી રમખાણ કેસના બે આરોપીઓને પાંચ વર્ષની જેલમાં રાખવાનો મુદો પણ ઉઠાવ્યો હતો અને ઈતિહાસ ફરી લખાઈ રહ્યો છે. વિજ્ઞાન સાથે ચેડા થઈ રહ્યા છે અને એક મુખ્યમંત્રી ખુદ `મીયા’ સમુદાયને પરેશાન કરવાની વાત કરે છે.

