Mumbai,તા.04
ફિલ્મી વર્તુળોમાં ચાલતી ગપસપ પ્રમાણે હાલ તારા સુતરિયા અને આદિત્ય રોય કપૂર ડેટિંગ કરી રહ્યાં છે. જોકે, બંને કલાકારોમાંથી કોઈએ પણ આ રિલેશનની પુષ્ટિ કરી નથી. બંને જાહેરમાં સાથે દેખાયાં પણ નથી. આમ છતાં પણ આ ચર્ચાએ જોર પકડયું છે. ઉલ્લેખનીય છે કે તારા અગાઉ આદર જૈન સાથે વર્ષો સુધી રિલેશનશિપમાં રહી હતી. તેની સાથે બ્રેક અપ બાદ તેનું ંવીર પહાડિયા સાથે ડેટિંગ ચાલતું હતું. જોકે, વીર અને તારા પણ બાદમાં છૂટાં પડી ગયાં હતાં.
બીજી તરફ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે બહુ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. એ પહેલાં આદિત્ય રોય કપૂરનું નામ શ્રદ્ધા કપૂર સાથે પણ સંકળાઈ ચૂક્યું છે.

