Vadodaraતા.૬
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર વિવિધ રીતે છુપાવીને દારૂનો જથ્થો અપાતો હોય છે. ત્યારે વડોદરામાં તો એક યુવાને મગજ ચકરાવે ચઢાવે તેવી રીતથી ગોવાથી વડોદરા દારૂ લાવતો હતો. દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરે કારમાં ત્રણ ટાંકી બનાવીને ત્રણ નળ લગાવ્યા હતા. જે નળ ચાલુ કરતા જ તેમાંથી વિદેશી દારૂ નીકળતો હતો. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે તરસાલીમાંથી ૩ લાખથી વધુનો લૂઝ દારૂના જથ્થા સાથે અમિત મણિલાલ સોલંકીની ધરપકડ કરી છે. આરોપી ગોવાથી દારૂ લાવીને વડોદરામાં વેચતો હતો.
વડોદરામાં દારૂની હેરાફેરીની નવી તરકીબ સામે આવી છે. આરોપી અમિત મણિલાલ સોલંકી ગોવાથી દારૂ લાવીને વડોદરામાં વેચાણ કરતો હતો. આરોપી બુટલેગરે કારમાં ત્રણ ટાંકી બનાવી ત્રણ નળ લગાવીને દારૂની હેરાફેરી કરી છે. આ બુટલેગર દારૂથી ટાંકી ખીચોખીચ ભરીને નશાનો કારોબાર કરતો હતો.
બુટલેગરે કારની બ્રેક લાઈટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી વિદેશી દારૂ નીકળતો હતો. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરવામાં આવતું હતું.
પોલીસે કાર લઈને આવેલા આરોપી અમિત મણિલાલ સોલંકી (રહે ચિત્રા નગર સોસાયટી) ને ઝડપી પાડ્યો હતો. તેણે દારૂ છૂટક ભરવા માટે કારમાં ત્રણ ટાંકીઓ રાજસ્થાનથી બનાવી હતી અને તેના ઢાંકણા પાછળની લાઈટોમાં તથા સીટમાં ફિટ કર્યા હતા.પોલીસે તેની પાસેથી દારૂની પાંચ બોટલ તથા ૨૪૫ લિટર વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા ૩.૬૭ લાખ છે જેને કબજે કર્યો હતો.પોલીસે વિદેશી છૂટક દારૂ, કાર, બે મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ ૯.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

