America,તા.11
માઇક્રોસોફટના વડા બીલ ગેટસ અફસોસ કરે છે કાશ તેઓ કદી એપેસ્ટીનની પાર્ટીમાં ગયા ન હોત. વિશ્વભરમાં હુ’ઝ હુ થી ઓળખાય છે તેવા અનેક ચહેરાઓ અમેરિકાના સેકસ ઓફેન્ડર જેફ્રી એપેસ્ટીનની ફાઇલોમાં જે રીતે સમાઇ ગયા છે અને હવે એક પછી એક ફાઇલ ઉખડતી જાય છે તેમ તેમ અત્યાર સુધી જેને ફકત એક સોશ્યલ ટેબુ જેવું ગણાતું હતું તે હવે વાસ્તવમાં અનેકની પોલીટીકલ કેરીયર સામે પણ પ્રશ્ન સર્જી રહ્યા છે અને ધડાધડ રાજીનામા પડી રહ્યા છે.
વિશ્વમાં નૈતિકતામાં ભલે એપેસ્ટીન એ તળીયુ દેખાડયુ હોય પરંતુ ટોચના લોકો માટે તે એક સૌથી મોટી ચિંતા બની ગઇ છે અને જયાં માફી કામ તેમ નથી ત્યાં રાજીનામા પડવા લાગ્યા છે અને હજુ થોડા વધુ આંચકા સહન કરવા પડે તો આશ્ચર્ય થશે નહીં ખાસ કરીને દુનિયાના અનેક ટોચના રાજકીય નેતાઓ અને તેમના ધનવાન મિત્રોની એક દુનિયા કેવી હતી તે પણ એપેસ્ટીન ફાઇલથી બહાર આવ્યું છે.
જો થોડા દિવસમાં બ્રિટનમાં વડાપ્રધાન કીર સ્ટારમરનું રાજીનામુ આવી પડે તો આશ્ચર્ય થશે નહીં. તેમના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકેસ્વીની ઉપરાંત તેમના સલાહકાર એડમ પેરી અને મેડલસન એ તો રાજીનામા આપી જ દીધા છે.
લેબર પાર્ટીમાં સ્ટારમર પર જબરૂ દબાણ છે કે તેઓએ જે નિર્ણય લીધા તેમાં અન્યને અનુસર્યા વાસ્તવમાં કીસ સ્ટારમર એપેસ્ટીન સાથેની ફાઇલમાં ચમકયા ન હતા પરંતુ તેઓએ પોતાના કાર્યકાળમાં બ્રિટનના અમેરિકાના ખાતેના રાજદુત પીટર મેડલસનની નિયુકિત કરી જે એપેસ્ટીન સાથે સંબંધો ધરાવતા હતા.
વડાપ્રધાન સ્ટારમરને તેની જાણ હતી. તેમ છતાં તેઓએ આ નિયુકિત કરી તે દર્શાવે છે કે તેઓએ જે રીતે પોતાના ચીફ ઓફ સ્ટાફની સલાહ પર ગયા તે ખોટુ હતું અને આ મુદે હવે લેબર પાર્ટી તેમને કેટલું માફ કરશે તે પ્રશ્ન છે. તો બીજી તરફ જોડર્નમાં નોર્વેના રાજદુત મોના જુલએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
નોર્વેના ક્રાઉન પ્રિન્સેસ મેટે-મારીટના સંબંધો બહાર આવ્યા બાદ તેઓને માફી માંગવાની ફરજ પડી તો ફ્રાન્સના પૂર્વ સાંસ્કૃતિક મંત્ર જેકલેનને પણ રાજીનામુ આપવું પડયું છે અને આ યાદી એ એટલી લાંબી છે કે કદાચ તેમાં કદાચ દુનિયામાં સૌથી વધુ જો કોઇ વિવાદ પેદા કર્યો હશે.
બ્રિટનના શાહી કુટુંબને પણ આ ફાઇલે પરેશાન કરી દીધા છે જેમાં રાજા ચાર્લ્સના નાના ભાઇ એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરની આચરણની ભૂમિકા અંગે હવે પોલીસ તપાસ થશે અને ખુદ શાહી કુટુંબના આ ફરજન્ડે પોલીસ તપાસમાં સહયોગ આપવો પડશે. બ્રિટીશ પોલીસ પણ બિન્દાસ રીતે અને કોઇપણ ચિંતા કર્યા વગર આ તપાસ કરી રહી છે.
આમ એક વખત ફાઇલ આવ્યા બાદ તેમાં કોના કોના નામ છે તે જાહેર થતા જ દુનિયામાં સૌથી વધુ હલચલ આ ફાઇલે પેદા કરી છે. વાસ્તવમાં એક સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને જેફ્રી એપેસ્ટીન સાથે કંઇ લેવા દેવા નથી તેવો દાવો કરતા હતા પરંતુ ટ્રમ્પની પણ બોલતી બંધ થઇ જાય તે રીતે આ સમગ્ર ફાઇલો જાહેર થઇ રહી છે.
સ્વીડનના ડિપ્લોમેટ જોઆના રૂબીનસ્ટીનને પણ રાજીનામુ આપવું પડયું છે જોકે 10 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ ર019માં જ જેફ્રી એપેસ્ટીને આત્મહત્યા કરી લીધી હતી તેનું ભુત હવે અનેક દિગ્ગજોને ચિંતામાં મુકી રહ્યું છે જેમાં ટેસ્લાના વડા એલન મસ્ક ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, વર્જીન ગ્રુપના સ્થાપક રીચર્ડ બ્રેસનન અમેરિકાના ફિલ્મ નિર્માતા સ્ટીવન, ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને દેશના ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હવે આ ફાઇલમાં સપડાઇને નવા વિવાદનો સામનો કરી રહ્યા છે.

