Amreli, તા.13
અમરેલી, જેસીંગપરા, શિતળામાતાના મંદીર પાસે, ઓમનગર-2 માં રહેતાં હાર્દીકભાઈ જીતુભાઈ બામણીયાની પોતાની માલીકીની વાન (ફોર વ્હીલ) ગાડી તેમના ઘરના ફળીયામા પડેલ હતા અને રમીલાબેન જીતુભાઈ બામણીયા રસોઈ બનાવતા હોય અને વાનમાં લગાવેલ એલપીજી ગેસ લીકેજ હોય, તે દરમ્યાન આગ લાગતા હાર્દીકભાઈ, રમીલાબેન, ઉષાબેન તથા બંસીબેન તથા અન્ય લોકો આગને પાણીથી ઓલાવવા જતા.ચાર બંન્ને હાથે તથા બન્ને પગે દાઝી ગયા હતાં.
આ બનાવ અંગેની સાંજના સમયે 7 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક કરવામાં આવેલ હતી. જાણ થતાં જ ફાયર ઓફિસ એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવેલ હતો.
આગ લાગેલ કારની અંદર એસિડ તથા ફિનાઈલ જેવી સ્ફોટક પ્રવાહી પણ હોય, શરૂઆતમાં આ આગ પર કાબુ મેળવવો કઠિન બન્યો હતો. અને વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલા જ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી દ્વારા મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય છે. તથા આજુબાજુમાં આવેલ રહેણાંક મકાનમાં પણ આગને પ્રસરતા અટકાવેલ હતી. અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
આ કામગીરીમાં ફાયર સ્ટાફની ટીમના ઓળકિયા કૃષ્ણભાઈ, ભગવતસિંહ ગોહિલ, પ્રવીણભાઈ ચૌહાણ, ચાવડા ધવલભાઇ, કમલેશભાઈ ગિલાધર અને દિલીપસિંહ રાઠોડ વિગેરે કામગીરી કરી હતી

