ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી છેલ્લા દોઢ વર્ષથી ફરાર થયેલ મર્ડરના ગુન્હાના કાચા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
Amreli તા.14
અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્રારા પેરોલ/ફર્લો જમ્પ થયેલ કેદીઓને પકડવા ખાસ અસર કારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય એલ.સી.બી. પો.ઇન્સ.એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પેરોલ ટીમ જિલ્લાના લીસ્ટેડ પેરોલ જમ્પ કેદીને પકડવા સતત પ્રયત્નીશીલ હોય, સતત મહેનત અને પ્રયત્નો થકી વચગાળાના જામીન રજા પરથી ફરાર મુકેશ અરજણભાઇ પરમાર (રહે.દીતલા તા.ધારી) વાળા બાબતે જીણવટ પૂર્વકની તપાસ કરવામાં આવેલ હોય અને કેદી તેના પરીવારને મળવા સુરત પુણાગામ વિસ્તારમાં આવનાર હોવાની હકીકત મેળવી તાત્કાલિક ટીમ સુરત ખાતે રવાના થયેલ અને વોચ ગોઠવી કેદી તેના પરીવારને મળવા આવતા ફરાર કેદીને તા.૧૩ ના રોજ પુણાગામ, બાપાસીતારામ સોસાયટી, શાકમાર્કેટ રોડ, સુરત ખાતેથી પકડી તપાસ પુછપરછ કરી આગળની ઘટતી કાર્યવાહી કરી ભાવનગર જિલ્લા જેલને સોંપી આપવા તજવીજ કરેલ છે.
આ બનાવમાં ઝડપાયેલ મુકેશ અરજણભાઇ પરમાર કાચા કામના કેદી તરીકે ભાવનગર જિલ્લા જેલમા સજા ભોગવતો હોય દરમ્યાન મજકુર કેદીને ગુજરાત હાઇકોર્ટના હુકમ તા.૨૬/૬/૨૪ આધારે તા.૨૮/૬/૨૪ થી તા.૧૬/૭/૨૪ દિન ૧૭ રજા પર મુક્ત થયેલ હતો.
બાદમાં આરોપી રજા પુર્ણ કરી સમયસર જેલ ખાતે હાજર થયેલ નહી અને તા.૧૬/૭/૨૪થી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ હતો. જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો.
આ ફરાર કેદી પોતાની ધરપકડ ટાળવા સારૂ ગુજરાત તથા ગુજરાત રાજ્ય બહાર અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હોય, જેને શોધી કાઢવા સારૂ અત્રેના જિલ્લાની પેરોલ ફર્લો ટીમ દ્વારા આ ફરાર કેદીની તમામ હકીકત તથા પરીવારની વિગત મેળવવામાં આવેલ હતી. જે કેદીની પત્ની અને બાળકો સુરત પુણાગામ વિસ્તારમાં રહેતા હોય જે હકીકત મળતા છેલ્લા એક વર્ષથી પેરોલ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તેના મકાન પર સતત વોચ તપાસ રાખવામાં આવેલ હતી અને ખુબ લાંબા સમય બાદ ટીમને મજકુર તા.૧૩/૨/૨૬ ના રોજ તેની પત્ની તથા બાળકોને મળવા આવનાર હોવાની સચોટ માહિતી મળતા તાત્કાલિક ટીમ સુરત ખાતે રવાના થયેલ અને પુણાગામ વિસ્તારમાં વોચ તપાસ ગોઠવી મજકુર કેદી મુકેશભાઇ અરજણભાઇ પરમાર (રહે.મુળ દિતલા તા.ધારી હાલ ૨૦૪ એ-૧ ગીરીરાજ વ્રજભુમિ,સેક્ટર-૨ વરાછા જકાતનાકા સુરત) વાળાને શોધી કાઢી જરૂરી ઓળખ કરી પકડી પાડેલ છે.

