Washington તા.17
અમેરિકાના વેપારી અને યૌન અપરાધી જેફરી એપસ્ટીનના દસ્તાવેજોની ફાઈલોમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું નામ આવતા આ મામલે ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે મારે તેની સાથે કંઈ લેવા-દેવા નથી, અને મને આરોપોથી છોડી મુકવામાં આવ્યો છે.
એરફોર્સ વનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે મારી પાસે છુપાવવા જેવું કંઈ નથી, મને આ મામલે છોડી મુકવામાં આવ્યો છે.
ન્યાય વિભાગ તરફથી ડિસેમ્બર 2025માં જાહેર કરાયેલ દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ અનેક વાર બહાર આવ્યું છે.
તેમાં ટ્રમ્પના એપઈસ્ટનના ખાનગી વિમાનમાં 8 વાર પ્રવાસ કર્યાનું વિવરણ છે. જો કે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ફાઈલ્સમાં નોંધાયેલા દાવા ખોટા અને સનસનીખેજ છે. ટ્રમ્પને કોઈપણ ગેરકાનુની કૃત્યમાં આરોપી નથી માનવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, એપસ્ટીનની ફાઈલોમાં તેની અનેક દિગ્ગજો સાથેની તસ્વીરો જાહેર થઈ છે. જેમાં ટ્રમ્પ તેના સંબંધીઓની તસવીરો છે. અમેરિકી ન્યાય વિભાગે કહ્યું છે કે ટ્રમ્પ સામે જે આરોપો એપસ્ટીન ફાઈલના દસ્તાવેજોમાં આવ્યા છે તે એફબીઆઈ દ્વારા વેરીફાઈ નથી થયા, તેની વિશ્વસનીયતા શંકાસ્પદ છે.

