Gandhinagar, તા. 18
ગુજરાતમાં શાળાઓને મળી રહેલા ધમકીભર્યા ઇમેઇલ વચ્ચે હવે રાજય સરકાર એકશનમાં આવી છે અને ખાસ કરીને પરીક્ષાઓ સમયે જો આ પ્રકારની ધમકી મળે તો શું કરવું તે અંગે એક તાત્કાલીક પ્રક્રિયા ઘડી કાઢવાની સુચના અધિકારીઓને આપવામાં આવી છે.અમદાવાદ, વડોદરા સહિતની શાળાઓમાં છેલ્લા બે દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મળતા રાજયના મુખ્ય સચિવ સંજીવકુમારે આજે અમદાવાદ સહિત રાજયના તમામ પોલીસ કમિશ્નર તેમજ કલેકટર તથા ડીડીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજવાની તૈયારી કરી છે.ગઇકાલથી જ સીબીએસઇની ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થનાર છે તે સમયે જો આ પ્રકારની ધમકી મળે તો કઇ રીતે પરીક્ષા ડિર્સ્ટબ ન થાય અને વિદ્યાર્થીઓ કોઇ તનાવમાં ન આવે તે જોવા માટે એક પ્રક્રિયા ઘડી કાઢવામાં આવશે.તમામ જિલ્લા કલેકટરોને તેના અમલમાં દેખરેખ રાખવા જણાવાશે. આ ઉપરાંત પરીક્ષાઓના પ્રારંભે જ દરેક પરીક્ષા સેન્ટરની અગાઉથી પુરી રીતે ચકાસણી થશે. વિદ્યાર્થીઓને પણ ચકાસીને અંદર જવા દેવાશે અને શાળાઓની બહાર પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ ગોઠવાશે અને બોમ્બ સ્કોવડ અને ડોગ સ્કવોડ પણ પરીક્ષા પૂર્વે જે તે કેન્દ્રોની ચકાસણી કરીને સબ સલામતનો સંદેશો આપશે.
Trending
- ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader
- હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર
- ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ
- કેનેડામાં Diljit Dosanjh ના કોન્સર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા
- Singer Kailash Kher આશીર્વાદ મેળવવા માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી
- Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે, ગયા વર્ષે શાહરૂખ ખાન ખૂબ જ લોકપ્રિય હતો
- Hema Malini ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થઈ ગયા અને આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પણ આપી
- આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ

