Washington,તા.20
અમેરિકા આ સપ્તાહના અંત સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે તેવા સંકેત વચ્ચે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ સમજુતી માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપતા પ્રમુખ સામે અમેરિકા પણ વિકલ્પ વિચારતુ હોવાના સંકેત મળ્યા છે.
જો કે ઈરાન જરાપણ ગફલતમાં રહેવા માગતુ નથી અને તે વચ્ચે હવે રશિયાએ પણ સક્રિયતા દર્શાવી ઓમાનની ખાડીમાં અને હીન્દ મહાસાગરમાં ઈરાન સાથે નૌકાદળ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દેતા સમગ્ર સ્થિતિને એક નવો વળાંક મળી ગયો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઈરાન એ જો પરમાણુ સમજુતી માટે તૈયાર હોય તો તેની પાસે 10-15 દિવસનો સમય છે અને તે સમયમાં કોઈ મહત્વપૂર્ણ સમજુતી નહી થાય તો ઈરાનની સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હશે અને અમેરિકા આગળનું કદમ ઉઠાવી શકે છે.
અમેરિકાએ દબાણ વધારવા માટે આ ક્ષેત્રમાં તેની તાકાત વધારી છે. યુએસએસ અબ્રાહમ લિંકન બાદ હવે વધુ એક અમેરિકાનું સૌથી મોટુ વિમાનવાહક જહાજ યુએમએમ જેરાલ્ડ ફોર્સ પણ આ ક્ષેત્રમાં આવી રહ્યું છે તો બીજી બાજુ હવે રશિયા પણ સક્રિય બની ગયુ છે. મોસ્કોએ એક કડક સંદેશ મોકલતા જાહેર કર્યુ છે કે ઈરાન પરનો હુમલો સહન કરી લેવાશે નહી.
ઈરાનની સેના, રીવોલ્યુશનથી ગાર્ડ અને રશિયાના નૌકાદળે મેરીટાઈમ સિકયોરિટી બેલ્ટ ક્ષેત્રમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યુ છે. ઓમાનની ખાડી ક્ષેત્રમાં આ સમુદ્રી વ્યાપારી માર્ગ છે. જયાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકાનો જમાવડો છે.
જો કે રશિયાએ આ યુદ્ધ અભ્યાસને અગાઉથી નિશ્ચિત કરેલો ગણાવ્યો છે છતાં સ્પષ્ટ શબ્દોમાં માનવામાં આવે છે કે સમુદ્રી વાસીઓ સામે વ્યાપારી જહાજોને સુરક્ષા આપવા માટે આ કવાયત છે પણ જે રીતે રશિયન યુદ્ધ જહાજોની મોજૂદગી છે તે અમેરિકાને જવાબ માનવામાં આવે છે.

