Surendranagar, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યા ની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે તેમાં પણ સુરેન્દ્રનગર માં સાસરીયા પક્ષના ત્રાસથી મહિલાઓ આત્મહત્યા કરી લેતી હોય તે પ્રકારનો બનાવ એક મહિનામાં બીજી વખત બન્યો છે સુરેન્દ્રનગર શહેરના મફતિયા પરા ખોડીયાર નગર મંદિર પાસે રંજનબેન નામના યુવતી ના લગ્ન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સાસરીયા પક્ષ દ્વારા યુવતીને દહેજ માંગી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો રંજન નામની યુવતી દ્વારા અંતે માનસિક રીતે કંટાળી અને આત્મહત્યા જેવું પગલું ભરી લેવામાં આવ્યું છે.
ત્યારે આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં અજય અનતરાવ કુશવા ઈમાનદેવી કુશવા રજની દેવી કુશવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગે વધુ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ તમામ લોકો દ્વારા એક સામ થઈ અને મૃતક રંજનબેન ને કરિયાવર બાબતે મહેણા ટોણા મારવામાં આવતા હતા અને ત્યારબાદ એક લાખની દહેજની માંગણી કરી અને પિયર રિસામણે મોકલી દઈ લગ્નથી ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ આપી અને તેની સાથે માળજોડ કરવામાં આવતી હતી અને રંજનબેન નામની યુવતીને સાસરીયા પક્ષ વાળા દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો.
ત્યારે સાસરિયા પક્ષના ચાર ઇસમોના ત્રાસ સામે અંતે રંજનબેન નામની યુવતી પોતે જિંદગી હારી ગઈ છે અને ગળેફાંસો ખાય અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આ અંગે હવે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

