Washington,તા.25
આ ખરેખર યુગોનું ટર્ન એરાઉન્ડ છે. અમેરિકી સંસદને `સ્ટેટ ઓફ યુનિયન’ વાર્ષિક સંબોધનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પરના અમેરિકી સુપ્રીમકોર્ટના ચુકાદાને કમનસીબ ગણાવ્યો હતો તો દેશમાં ઘુસતા ક્રિમીનલો સામે સરહદો સીલ કરવાના તેમના આદેશને વ્યાજબી ઠેરવતા કહ્યું હતું કે ક્રિમીનલો અને અમેરિકા વચ્ચે હું દિવાલની જેમ ઉભો છું.
અમેરિકી પ્રમુખ જાન્યુ-ફેબ્રુઆરી માસમાં દેશની સંસદને વાર્ષિક સંબોધન કરતા શ્રી ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં 1 વર્ષથી વધુ સમયમાં લેવાયેલા નિર્ણયોનો આક્રમક રીતે બચાવ કર્યો હતો અને કહ્યું કે દેશની આઝાદીના 250 વર્ષ પુરા થઈ રહ્યા છે અને આજે દુનિયામાં અમેરિકા જેવો બીજો કોઈ દેશ નથી. આ અમેરિકાના સુવર્ણકાળ ચાલી રહ્યા છે.
તેઓએ પોતાની સરકારની ભવિષ્યની કામગીરીનો ચિતાર આપવાની સાથે ભારત-પાક વચ્ચેના ટુંકા યુદ્ધ ભારતના ઓપરેશન સિંદુરના પણ ઉલ્લેખ કરી ફરી દાવો કર્યો કે ભારત-પાક સહિત આઠ યુદ્ધો અટકાવ્યા છે.
તેઓએ કહ્યું કે, જો ભારત-પાક યુદ્ધ પર કાબુ ન હોત તો બન્ને દેશો વચ્ચે અણુયુદ્ધ થવાની પણ શકયતા હતી. પાકના વડાપ્રધાન એ મને કહ્યું કે જો પાકના વડાપ્રધાન સહિત કરોડો લોકો માર્યા ગયા હોત તે નિશ્ચિત છે.
ટ્રમ્પે તેઓએ અટકાવેલા યુદ્ધની યાદી ફરી રજુ કરી હતી. અમેરિકાના ઈતિહાસના સૌથી લાંબા સ્ટેટ ઓફ યુનિયન સંબોધનમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન મુદે તેમના આક્રમક વલણને આગળ ધપાવતા કહ્યું કે હું કદી ઈરાનના હાથમાં અણુ શો આવવા દઈશ નહી.
મારી પ્રાથમીકતા આ સમસ્યાનો રાજદ્વારી ઉકેલનો છે. ઈરાનને દુનિયાના નંબર વન આતંકી સ્પોન્સર ગણાવતા ટ્રમ્પે કહ્યું કે ઈરાનને અણુ શો રાખવાથી કદી મંજુરી હું આપીશ નહી.
ટ્રમ્પે કહ્યું કે મે ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યુ ન હોત તો પાકમાં 3.5 કરોડ લોકો માર્યા ગયા હોત. ટેરિફ અંગે અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા શ્રી ટ્રમ્પે તેમની સામે ચુકાદો આપનાર ત્રણ રૂઢીચુસ્ત ન્યાયમૂર્તિઓને મુર્ખ કહ્યા હતા.
તો વિપક્ષ ડેમોક્રેટીક પર આકરો હુમલો કરતા તેઓએ અમેરિકી નાગરિકોની સુરક્ષા એ પ્રથમ જવાબદારી હોવાનું ગણાવીને તેમના સમર્થનમાં વિપક્ષના સાંસદોને ઉભા થવા જણાવ્યું હતું પણ કેટલાક સાંસદો ઉભા ન થતા ટ્રમ્પે તેમને નિશાન બનાવતા કહ્યું કે તેઓને શરમ આવવી જોઈએ.
ટ્રમ્પે તેની ટેરિફ નીતિ અંગે કહ્યું કે બીજા દેશો જે ટેરિફ પાસે તેજ અમેરિકાનો ઈન્કમટેક્સ છે. વિદેશી ટેરીફથી અમેરિકાની આવકવેરાની આધુનિક પ્રણાલીને બદલી નાખશે. લોકો પરથી એક મોટો બોજો હટી જશે જેને હું ચાહું છું.

