London,તા.02
અમેરિકા અને ઈઝરાયેલ એ ઈરાનને ધમરોળવાનું ચાલુ રાખ્યા બાદ અને ઈરાને વળતા હુમલામાં યુએઈ- સાઉદી અરેબીયા સહિત પુરા મધ્યપુર્વમાં અમેરિકી મથકો પર હુમલા શરૂ કરતા જ યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે.
ઈરાન એક સાથે અનેક મોરચે લડી રહ્યું છે તે વચ્ચે ગઈકાલે સાયપ્રસમાં બ્રિટીશ એરબેઝ પર પણ ઈરાનનો ડ્રોન હુમલો થતા પુરૂ નાટો એલર્ટ થઈ ગયું છે અને હવે બ્રિટન ફ્રાન્સ પણ ઈરાન વિરુદ્ધ જંગમાં સામેલ થશે તો યુદ્ધ વધુ ભયાનક બનશે.
બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટામરે જાહેરાત કરી છે કે ઈરાન પરના હુમલા માટે અમેરિકાને બ્રિટીશ સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજુરી અપાઈ છે. ઈરાનના મિસાઈલ મથકો જેમાં લોન્ચર સ્થળો પણ સામેલ છે. તેમાં અમેરિકી દળો ઉપયોગ કરી શકે છે.
ઉપરાંત સાયપ્રસ પર હુમલા અંગે કહ્યું કે આ ક્ષેત્રમાં બ્રિટીશ હીતોથી સુરક્ષા માટે આવશ્યક તમામ પગલા લેવાશે. ઈરાન દ્વારા એરપોર્ટને હોટેલ પર હુમલામાં બ્રિટીશ નાગરિકો પણ નિશાન બન્યા છે. બ્રિટીશ ફાઈટર જેટ હાલ ઈરાની મિસાઈલ તોડી પાડવા માટે સક્રીય છે તો ફ્રાન્સ-જર્મનીને પણ હવે આ યુદ્ધમાં અમેરિકાને સાથ આપવા જાહેરાત કરી છે.

