ઇરાની હુમલામાં 3 અમેરિકન અને 8 ઇઝરાયેલી સૈનિકોના મોત
Washingtonતા.2
અમેરિકા-ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર ભયાનક હુમલાઓ કર્યા બાદ હવે અમેરિકાએ પોતાના શક્તિશાળી હથિયાર ચાર બી-2 બોમ્બરથી ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ બોમ્બરથી 2000 પાઉન્ડના ડઝનથી વધુ પેનેટ્રેટર બોંબ ઈરાન પર ઝિંક્યા છે. પેનેટ્રેટર બોંબ એક વિશેષ પ્રકારના બંકર બસ્ટર હથિયાર છે, જે જમીનની અંદર ઊંડાઈમાં બનેલા મજબૂત બંકરો, પરમાણુ સુવિધાઓ અથવા કિલ્લા જેવા સ્થળોને નષ્ટ કરી નાખવા માટે ડિઝાઈન કરાઈ છે.
મીડિયા રિપોર્ટ, અમેરિકા અને ઈઝરાયલે શનિવારથી ડ્રોન અને મિસાઈલોથી હુમલાઓ કર્યા બાદ આજે હવે ઇ-2 બોમ્બરનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ ઈરાનની અંડરગ્રાઉન્ડ સુવિધાઓને નષ્ટ કરવા માટે આ બોમ્બને ડિઝાઈન કર્યો છે. આ બી-2 બોમ્બર દ્વારા ઈરાને અંડરગ્રાઉન્ટમાં રાખેલી બેલેસ્ટિક મિસાઈલોને નષ્ટ કરવામાં આવી છે. આ બોંબ એટલા શક્તિશાળી હોય છે કે, તે જમીનની નીચે 200 ફૂટ અથવા 60 મીટર અંદરની કોઈપણ વસ્તુનો ખુરદો બોલાવી દે છે.
અમેરિકાએ આ મિશનને અંજામ આપવા માટે ભયાનક આયોજન કરવામાં આવ્યું છે. પ્લાન મુજબ બી-2 સ્પિરિટ બોમ્બર્સે અમેરિકાથી ઉડાન ભરીને સીધું જ ઈરાન પર ત્રાટક્યું છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે રવિવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, ઈરાન હુમલામાં ત્રણ સૈનિકોના મોત અને પાંચ ગંભીર ઘાયલ થયા છે. જોક અમેરિકન સેનાએ મૃતક કે ઈજાગ્રસ્ત જવાનોની માહિતી આપી નથી.બીજીતરફ ઈઝરાયલની મૈગન ડેવિડ એડોમ ઈમરજન્સીએ કહ્યું કે, ઈરાને રવિવારે ઈઝરાયલના બેત શેમેસમાં હુમલો કરતા આઠ લોકોના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે.

