(મિલાપ રૂપારેલ) Amreli , તા.2
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા નિયમિત રીતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો આ તાલીમ કાર્યક્રમમાં જોડાઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાકેફ થઈ રહ્યા છે.
અમરેલીના મોટા આંકડીયા સ્થિત અંજીર ફાર્મ ખાતે ખેડૂતો માટે તાલીમનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટા આંકડીયા, માલવણ, દહીડા અને પીપળીયા ગામના 150 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી માર્ગદર્શન મેળવ્યું હતું.
ખેડૂતોએ અંજીરની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતુ. આ અવસરે તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી રાહુલભાઈ શેખવા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ, માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

