Amreli, તા.2
બાબરાના પાનસરા ગામે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટીસ કરતા બોગસ તબીબને પોલીસે પકડી ગુનો નોંધેલ છે. જસદણ તાલુકાના હડમતીયા ખાંડા ગામે રહેતાં હેમંતભાઇ મશરૂભાઇ શેખ નામના આરોપીએ પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર બાબરા તાલુકાના પાનસરા ગામે કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-16 જેની કિમત રૂા.24,608 ના મુદ્દામાલ સાથે રાખી મેડિકલ પ્રેકિટસ કરી, પોતાના આ કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય, તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન સારવાર આપી ગુનો કરતાં મેડીકલ ઓફીસર કોટડાપીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.વત્સલ માકાસણાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

