Amreli,તા.02
હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન મહિનો ચાલુ હોય તો બીજી બાજુ હિન્દૂ ધર્મનો હોળી ધુળેટીનો તહેવાર આવતો હોવાથી વડિયામાં સુલેહ શાંતિ જળવાઈ રાહે અને બંને ધર્મના લોકો કાયદાની મર્યાદામાં રહીને પોતાના ધર્મના તહેવારની ઉજવણી કરે તેવી સૂચનાઓ અને માર્ગદર્શન વડિયાના ઇન્ચાર્જ પીઆઇ પી ડી ગોહિલ દ્વારા આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને ધર્મના આગેવાનો સરપંચ મનીષ ઢોલરીયા, શૈલેષ ઠુંમર, અશ્વિન મેહતા, ચેતન દાફડા, અકીલ પઠાણ, જુનેદ ડોડીયા, અલ્તાફ મોગલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બંને ધર્મના આગેવાનોએ વડિયામાં કાયમી કોમી એકતા બની રાહે છે તે મુજબ જ તહેવારો ભાઈચારા થી ઉજવવાની ખાત્રી આપી હતી.

