Surendranagar, તા. 6
સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ તરફ જવાના રસ્તે ઘર હો તો ઐસા ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમા આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી.
આથી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ રાહત શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગર શહેરમાં આગના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો હતો.
જેમાં 80 ફૂટ રોડ તરફ જતા ઘર હો તો ઐસા ખુલ્લા પ્લોટમાં બવાળોની કાંટમાં અચાનક આગ લાગી હતી. કચરામાં ધીમેધીમે આગ પ્રસરતા જોતજોતામાં આગ મોટુ સ્વરૂપ ધારણ કરવા લાગતા કાળા ડિંબાંગ ધુમાડાથી ઘેરાઇ ગયું હતું.
આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા દેવાંગભાઇ દુધરેજીયા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં મીની ફાયર ટેન્ડર અને ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. બાદમાં આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. ઇજા પણ ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

