Surendranagar,તા.06
Surendranagar શહેરમાં આર.પી. પી. ગર્લ્સ સ્કૂલ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને વીજ કર્મીઓ દોડી ગયા હતા.
સૌપ્રથમ આ વીસ્તારમાં વીજ પુરવઠો બંધ કરીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. આ રસ્તા પર આર.પી.પી.ગર્લ્સ સ્કૂલ ઉપરાંત સી.જે.હોસ્પિટલ પણ આવેલી છે. જયારે આ રોડ દિવસ દરમિયાન ટ્રાફીકથી ધમધમતો રહે છે.
ત્યારે સાંજના સમયે લાગેલ આગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ આગને લીધે સુરેન્દ્રનગર સિટી-1 વિસ્તારમાં સાંજ સુધી વીજ પુરવઠાની આવન-જાવન રહી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી.

