Varanasi, તા.૭
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આજે ૭ માર્ચ સવારે ૮ઃ૩૦ વાગ્યાથી પોતાની ગોપ્રતિષ્ઠા ધર્મયુદ્ધ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા ૭ માર્ચના રોજ વારાણસીથી શરૂ થઈને અનેક જિલ્લાઓમાંથી પસાર થશે અને ૧૧ માર્ચના રોજ લખનઉમાં મોટા ધરણા પ્રદર્શન સાથે સમાપ્ત થશે. ચાલો જાણીએ આખરે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ યાત્રાનો શું ઉદ્દેશ્ય છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધર્મયુદ્ધ યાત્રાનો ઉદ્દેશ્ય ૭ માર્ચથી ૧૧ માર્ચ સુધી ચાલનારી ધર્મયુદ્ધ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌરક્ષા અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ છે. સાથે જ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ વિશેષ માંગ છે કે, ઉત્તર પ્રદેશ સરકાર પહેલા પોતાના પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતા જાહેર કરે.
ગોપ્રતિષ્ઠા અને ગૌ રક્ષા માટે ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ આજે ૭ માર્ચથી થઈ ચૂક્યો છે. યાત્રાની શરૂઆત કરતા પહેલા શંકરાચાર્યએ સવારે ગંગા પૂજા કરી અને પછી યાત્રાની શરૂઆત કરી. શંકરાચાર્યએ સવારે ચિંતામણી ગણેશ મંદિરમાં પૂજા-પાઠ કરી સંકટમોચન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. ૭ થી ૧૧ માર્ચ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શંકરાચાર્યનું સ્વાગત કરવામાં આવશે અને ૧૧ માર્ચના રોજ લખનઉમાં યાત્રાનું સમાપન થશે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યાત્રાને લઈને કહ્યું કે, આ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ ગૌ માતાની રક્ષા માટે એક ધર્મયુદ્ધ છે. યાત્રાને લઈને તેમનો ઉદ્દેશ્ય રાજકીય ન હોઈ પૂરી રીતે ધાર્મિક છે.
કાર્યક્રમ મુજબ, ૭ માર્ચના રોજ સવારે યાત્રાની શરૂઆત થઈ છે.
રવિવાર, ૮ માર્ચના રોજ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના દળ સાથે મોહનલાલગંજ થઈને લાલગંજ અને અચલગંજ જશે. સોમવાર, ૯ માર્ચ ૨૦૨૬ ના રોજ શંકરાચાર્ય બાંગરમૌ અને બઘોલીમાં સભા કરતા નૈમિષારણ્યમાં સભા કરશે અને અહીં જ રાત્રિ વિશ્રામ કરશે. મંગળવાર, ૧૦ માર્ચના રોજ શંકરાચાર્ય સિંધૌલી અને ઈજૌટામાં સભા કરતા લખનઉ પહોંચી શકે છે. બુધવાર, ૧૧ માર્ચના રોજ ૨ વાગ્યે કાંશીરામ સ્મૃતિ સાંસ્કૃતિક સ્થળ પર પહોંચીને ગૌરક્ષાર્થ ધર્મયુદ્ધની શરૂઆત કરશે.

