New Delhi,તા.09
ઈરાન પરના અમેરિકા તથા ઈઝરાયેલના આક્રમણના કારણે વિશ્વભરમાં સર્જાયેલા ઈંધણ સહિતની કટોકટી, હાર્મુસ જળમાર્ગ બંધ થતા જ વિશ્વના 40 ક્રુડતેલની હેરાફેરીને થયેલી અસર, સાઉદી અરેબીયાથી ઈરાન સુધી ક્રુડતેલ ઉત્પાદન કુવા તથા રિફાઈનરીઓ પરના હુમલાના કારણે ક્રુડતેલમાં મોટો ઉછાળો આવ્યો છે પણ ન્યુયોર્ક માર્કેટમાં ડબલ્યુસીઆઈ ક્રુડતેલ 115.96 ડોલર અને ભારતના વપરાશના બ્રેન્ટ ક્રુડનો ભાવ 116 ડોલર પ્રતિ બેરલને પાર કરી 116.35 ડોલર પ્રતિ બેરલ પહોંચતા જ હવે તેની મોટી અસર ભારતના પેટ્રોલ-ડિઝલના ભાવથી પુરા અર્થતંત્ર પર થશેતો યુદ્ધ વકરવાના સંકેત મળતા જ ડોલર સામે રૂપિયો પણ વધુ ગગડયો છે.
આજે વધુ 51 પૈસા તૂટીને તે 92.27ની સપાટીએ પહોંચી ગયા છે અને હજુ વધુ ગગડે તેવા સંકેત છે. આમ કોહરામની સ્થિતિ છે. ડબલ્યુસીઆઈ ક્રુડ 27.57%નો વધારો થયો છે. એક જ દિવસમાં તે 25 ડોલર ઉછળ્યુ છે તો બ્રેન્ટક્રુડ જે ભારત માટે મહત્વનું છે. તેમાં પણ એક જ દિવસમાં 24 ડોલરનો ઉછાળો આવ્યો છે અને હજુ નિષ્ણાંતો વધુ ઉંચા ભાવની આગાહી કરી છે.
અમેરિકાએ ગત સપ્તાહે ઈરાન પર સૌથી મોટો હુમલો કરવાની જાહેરાત કરી પછી પણ ઈરાનનો વળતો જવાબ ચાલુ છે. પાડોશી દેશો પર હુમલા નહી કરવાની ઈરાનની જાહેરાત પણ સસ્તી હતી અને આ દેશો જો તેના ત્યાંના અમોરિકી મથકો પર હુમલો અટકાવે તે નિશ્ચિત કરવા જણાવ્યુ હતું. આમ યુદ્ધમાં કોઈ ફર્ક પડયો નથી.
ક્રુડતેલના ભાવમાં આ ઉછાળો દેશના અર્થતંત્રને મોટો ફટકો પડશે. સરકારે ગત સપ્તાહે જ રાંધણગેસના ભાવ વધાર્યા છે અને હવે પેટ્રોલ-ડિઝલના ભાવ વધી જશે તેવી દહેશત રખાય છે. માર્કેટ નિષ્ણાંત ગોલ્ડમેન સ્નેચના જણાવ્યા મુજબ આ ભાવ 150 ડોલર સુધી પણ જઈ શકે છે.
જો કે તે રીતે ચુંટણીઓ આવી રહી છે તે જોતા સરકાર માટે વધુ ભાવવધારો એ એક મુશ્કેલ નિર્ણય હશે. હોર્મુઝ ખાડીમાંથી આવતા ક્રુડતેલ ટેન્કરોને સુરક્ષા આપવા કરેલી જાહેરાત હજુ કોઈ રીતે અમલી બની નથી અને તેથી સપ્લાય ચેઈન ફરી પુર્વવત થતા મહિનાઓ લાગી જશે તેવા સંકેત છે.
લગભગ 43 માસ બાદ ક્રુડતેલ ફરી 100 ડોલરની ઉપર ગયુ છે. જો ડેટા ચકાસો તો બ્રેન્ટ ક્રુડ છેલ્લે 29 જુલાઈ 2022ના બ્રેન્ટ ક્રુડનો ભાવ 104 ડોલર પ્રતિ બેરલ નોંધાયો હતો અને તે બાદ ક્રુડતેલ 60થી90 ડોલર અને થોડો સાવ 70 ડોલરથી નીચે ગયુ હતું પણ હવે મધ્યપુર્વની સ્થિતિએ ક્રુડતેલને તેના સાડા ત્રણ વર્ષની પુર્વેની સપાટીએ પાછું મોકલી દીધું છે.
હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધેઃ સંકેત
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ખુદ `ખોટ’ સહન કરશે
ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલથી ગેસના ભાવમાં થયેલા વધારાથી ઈંધણની આગ હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને રાંધણગેસના ભાવ વધારી દેવાયા છે પણ સરકાર હાલ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરવાનું સાહસ કરશે નહી.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પરીસ્થિતિની સમીક્ષા થઈ રહી છે અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓને જે કંઈ ઉંચા ક્રુડતેલના કારણે જે અન્ડર રીકવરી છે તે ભોગવી લેવા જણાવ્યું છે. પાંચ રાજયોની ચુંટણીઓ આવી રહી છે અને તેથી ભાવવધારો એ સરકાર વિરુદ્ધનું મોટું હથિયાર બની શકે છે.

