Surendranagar,તા.10
જિલ્લામાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે રવીવારની રજા બાદ તા. 9ને સોમવારે લેવાયેલી પરીક્ષામાં નોંધાયેલા 4586માંથી 27 છાત્રો ગેરહાજર જણાતા 4,559 વિદ્યાર્થીઓએ શાંતીપુર્વક પરીક્ષા આપી હતી.ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડ દ્વારા લેવાતી ધો. 10 અને ધો. 12ની વાર્ષીક પરીક્ષાઓ સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.26-2થી શરૂ થઈ છે.
જેમાં તા. 9 માર્ચને સોમવારે ધો. 10ના છાત્રોને સ્ટાન્ડર્ડ ગણિત, ધો. 12 સામાન્ય પ્રવાહમાં રાજયશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર તથા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને ગણિત વિષયના પેપરો હતા. આ ચારેય વિષયો માટે નોંધાયેલા 4586 વિદ્યાર્થીઓમાંથી 4,559 વિદ્યાર્થીઓએ શાંતીપુર્વક પરીક્ષા આપી હતી. અને પરીક્ષા દરમીયાન 27 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા.
બોર્ડની પરીક્ષામાં ધો. 10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રોને આજે તા.10-3ના રોજ પેપર નથી. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા ગુજરાતી અને અંગ્રેજી વિષયના પેપરો લેવાશે. જયારે આવતીકાલે તા. 11-3ને બુધવાર રોજ ધો. 10ના છાત્રો દ્વીતીય ભાષા અંગ્રેજી, ધો. 12 સામાન્ય પ્રવાહમાં દ્વીતીય ભાષા હિન્દી અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં કોમ્પ્યુટર અધ્યયન (સૈધ્ધાંતીક) વિષયની પરીક્ષા લેવાશે.

