Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ક્રૂડ ઓઈલના ઉછાળા અને વૈશ્વિક નબળાઈ વચ્ચે શેરબજારમાં ભારે દબાણ…!!!
    વ્યાપાર

    ક્રૂડ ઓઈલના ઉછાળા અને વૈશ્વિક નબળાઈ વચ્ચે શેરબજારમાં ભારે દબાણ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 13, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૩.૨૦૨૬ ના રોજ…

    સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી હતી. શુક્રવારે બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી હતી. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઈલના ભડકાએ ભારતીય રોકાણકારોના અબજો રૂપિયા ડૂબાડી દીધા છે.દિવસ દરમિયાન મુખ્ય સૂચકાંકો સતત વેચવાલીના દબાણ હેઠળ રહ્યા હતા અને રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો તથા વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી બજારમાં ઘટાડા માટે મુખ્ય કારણ તરીકે સામે આવ્યા હતા.લાર્જ કેપ સ્ટોક્સ સાથે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ વેચવાલી જોવા મળતા બજારમાં વ્યાપક નબળાઈનો ટ્રેન્ડ રહ્યો હતો.

    બજારની બ્રેડ્થ સ્પષ્ટપણે નકારાત્મક રહી હતી. વધતા શેરોની સરખામણીએ ઘટતા શેરોની સંખ્યા ઘણી વધુ રહી હતી, જે બજારમાં વ્યાપક વેચવાલી દર્શાવે છે.મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ ઘટાડો નોંધાતા રોકાણકારો જોખમવાળા સ્ટોક્સમાં સાવચેત જોવા મળ્યા હતા.

    બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૦૩૪ સામે ૭૫૪૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૪૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૫૬૩ પોઈન્ટ બંધ થયેલ.

    નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૨૮ સામે ૨૩૪૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૧૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૨૮ પોઈન્ટ બંધ થયેલ.

    મંદીના મુખ્ય કારણો :

    ક્રૂડ ઓઈલના ભાવમાં તેજ ઉછાળો: ઈરાન દ્વારા બે તેલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલા બાદ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વિસ્તારમાં સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ વધી છે. આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અચાનક તણાવ વધ્યો છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત $૧૦૦ પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા આ તેજ ઉછાળાનો સીધો પ્રભાવ ઊર્જા આયાત પર નિર્ભર દેશો પર પડી રહ્યો છે. ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે વધતા ક્રૂડ ભાવ મોંઘવારી અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ અંગે ચિંતા ઊભી કરી શકે છે, જેના કારણે શેરબજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે.

    વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો: મધ્ય પૂર્વ વિસ્તારમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવને કારણે વૈશ્વિક શેરબજારોમાં નબળાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. માત્ર ભારતીય બજાર જ નહીં પરંતુ વિશ્વના મોટા બજારો પણ દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યા છે. અમેરિકાનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૭૦૦થી વધુ અંક તૂટી આ વર્ષે પ્રથમ વખત  ૪૭,૦૦૦ની નીચે બંધ થયો હતો. એશિયન બજારોમાં પણ નકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં જાપાનનો નિક્કી ૨૨૫ અને ચીનનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. આ નકારાત્મક વૈશ્વિક સંકેતોનો પ્રભાવ ઉભરતા બજારો સહિત ભારતીય બજાર પર પણ પડ્યો છે.

    વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલી બજાર માટે ચિંતા ઉભી કરી રહી છે. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશન દરમિયાન એફઆઈઆઈ દ્વારા મોટા પ્રમાણમાં નફાવસૂલ પ્રવૃત્તિ નોંધાઈ છે. ગુરુવારે જ વિદેશી રોકાણકારોએ આશરે ₹૭૦૪૯.૮૭ કરોડના શેર વેચ્યા હતા. ઉપરાંત માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ₹૩૯,૦૦૦ કરોડથી વધુની વેચવાલી નોંધાઈ છે, જેના કારણે બજારમાં લિક્વિડિટી પર દબાણ ઊભું થયું છે અને મુખ્ય સૂચકાંકો પર તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.

    અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પર નજર: રોકાણકારોની નજર હવે અમેરિકન ફેડરલ રિઝર્વની આગામી બેઠક પર છે, જે ૧૭ માર્ચે યોજાનાર છે. વૈશ્વિક બજારોમાં વ્યાજ દરોની નીતિ અંગે અનિશ્ચિતતા યથાવત હોવાથી રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરતા જોવા મળી રહ્યા છે. જો ફેડ દ્વારા વ્યાજ દરોને લઈને કડક નીતિ અપનાવવામાં આવશે તો વૈશ્વિક બજારોમાં વોલેટિલિટી વધવાની શક્યતા છે, જેના કારણે ઉભરતા બજારો સહિત ભારતીય શેરબજાર પર પણ તેની અસર પડી શકે છે.

    સેક્ટરવાઇઝ થયેલી મૂવમેન્ટ: સેક્ટરવાઇઝ જોવામાં આવે તો બેન્કિંગ, આઈટી, મેટલ અને ઓટો સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગ અંગેની ચિંતાઓને કારણે દબાણ જોવા મળ્યું હતું.બીજી તરફ એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત તેજી નોંધાઈ હતી, જેના કારણે બજારમાં થોડું સંતુલન જોવા મળ્યું હતું.

    કોમોડિટી બજાર અપડેટ  : કોમોડિટી બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. વૈશ્વિક તણાવ વધતા ગોલ્ડના ભાવમાં વધારો નોંધાયો હતો કારણ કે રોકાણકારો સલામત રોકાણ તરફ વળ્યા હતા.સિલ્વરમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યારે બેઝ મેટલ્સમાં વૈશ્વિક માંગ અંગેની ચિંતાઓને કારણે દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાતા ઊર્જા ખર્ચ અંગે ચિંતાઓ વધી છે.

    આગામી ટ્રેન્ડ : આગામી ટ્રેડિંગ સેશન્સમાં બજારની દિશા મુખ્યત્વે વૈશ્વિક પરિસ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવ, જીઓ-પોલિટિકલ તણાવ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિ પર આધારિત રહેશે.જો વૈશ્વિક તણાવ યથાવત રહેશે અને ઊર્જા બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે તો ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી વધવાની સંભાવના છે. આવી સ્થિતિમાં રોકાણકારો પસંદગી આધારિત રોકાણ અને ડિફેન્સિવ સેક્ટરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળી શકે છે.

    મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે ઊભી થયેલી ઓઇલ-ગેસ અસ્થિરતા આગળના દિવસોમાં ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો જીઓ-પોલિટિકલ તણાવ યથાવત રહે અને ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે રહે તો બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ભારત જેવા ઓઇલ આયાતકાર દેશ માટે ઊંચા ક્રૂડ ભાવ મોંઘવારી અને કરંટ અકાઉન્ટ ડિફિસિટ પર દબાણ વધારી શકે છે, જેના કારણે બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ સર્જાઈ શકે છે.આ ઉપરાંત રોકાણકારોએ આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવની ચાલ, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને ઊર્જા સપ્લાય ચેનમાં થતા ફેરફારો પર ખાસ નજર રાખવી જરૂરી છે. જો મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધે અથવા શિપિંગ રૂટ્સમાં વિક્ષેપ આવે તો એનર્જી સેક્ટર સાથે જોડાયેલા સ્ટોક્સમાં વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે.

    તા.૧૬.૦૩.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૩.૦૩.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૨૨૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૧૮૦ પોઈન્ટ થી ૨૩૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી ઐરટેલ ( ૧૮૦૬ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૨૩ થી રૂ.૧૮૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૩૧૮ ) :- A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૩૪ થી રૂ.૧૩૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૨૫૫ ) :- રૂ.૧૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

    Ø  સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( ૫૪૫ ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૫૦૫ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૫૫૮ થી રૂ.૫૭૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    • સિન્જીન ઇન્ટરનેશનલ ( ૪૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વરુણ બેવરેજીસ ( ૪૦૧ ) :- રૂ.૩૮૬ નો પ્રથમ તેમજ રૂ.૩૭૩ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૪૨૩થી રૂ.૪૩૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
    • કેપીઆઈ ગ્રીન એનર્જી ( ૩૯૭ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૪ થી રૂ.૪૨૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૮૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
    • સેલો વર્લ્ડ ( ૪૧૩ ) :- રૂ.૩૯૮ નો પ્રથમ તેમજ રૂ.૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
    • ઝાયડસ વેલનેસ ( ૩૯૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૭૮ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૧૪ થી રૂ.૪૨૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
    • આઈટીસી લીમીટેડ ( ૩૦૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૩૧૩ થી રૂ.૩૧૭ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
    • એસીએમઈ સોલર હોલ્ડિંગ્સ ( ૨૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૨ આસપાસ રોકાણકારે રૂ.૨૬૭ થી રૂ.૨૭૫ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૨૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.