Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે
    • Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે
    • Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું
    • CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026Updated:April 21, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મિશ્ર પરંતુ મંદી તરફી ટ્રેન્ડ સાથે મૂવમેન્ટ જોવા મળી હતી. શરૂઆતમાં વૈશ્વિક નકારાત્મક સંકેતો, જીઓ-પોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. બજારની અંદર મજબૂતી સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે ઘટાડા દરમિયાન પણ ખરીદદારો સ્ટોક સ્પેશિફીક સક્રિય રહ્યા હતા.

    ઈરાન અને લેબનોન વિરૂધ્ધ અમેરિકા અને ઈઝરાયેલના યુદ્વ વિરામ  છતાં બન્ને પક્ષો અત્યારે કિટ્ટાબિલ્લાની રમત ચાલુ રાખીને કભી હા કભી ના અને ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ પર રત્તિભરનો  પણ ભરોસો નહીં હોઈ અમેરિકાની હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી અને એના વિરૂધ્ધ ઈરાનની નાકાબંધીનો ખેલ ખેલાતો રહી પળેપળે વિશ્વને અનિશ્ચિતતામાં ગરકાવ રાખવામાં આવી રહ્યું છે.

    યુદ્વ અને યુદ્વ વિરામના નામે વિશ્વના શેર બજારો અને ક્રુડ-કોમોડિટી બજારોમાં પણ અમુક વર્ગનો થઈ રહેલો ખેલો-ઉથલો પણ હવે વિશ્વને અચંબામાં મૂકી રહ્યો છે.ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાના એનાઉસમેન્ટ પૂર્વે ક્રુડ ઓઈલમાં કહેવાતાં થયેલા મંદીના મોટા વેપાર અને બીજી તરફ શેર બજારોમાં આગોતરો તેજીનો વેપાર ગોઠવીને થઈ રહેલા તોફાને રોકાણકારોને સતત અસમંજસમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે.

    મિત્રો, યુદ્વથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિથી કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ અણધાર્યા પડકારોનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઘણા ઉદ્યોગો માટે કાચામાલના પુરવઠાની ખેંચને કારણે અને ભાવો વધવાના કારણે બિઝનેસ વૃદ્વિ સાથે માર્જિન પર અસર દેખાવા લાગી છે અલબત યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની સાથે આગામી દિવસોમાં સ્થિતિ પૂર્વવત થવાની અપેક્ષા અને કંપનીઓની કામગીરીમાં સુધારાની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં પાછલા દોઢ મહિના પૂર્વે ઓવરવેલ્યુ ગણાતી ઘણી કંપનીઓના શેરો હવે આકર્ષક વેલ્યુએશને મળતાં થતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નીચા ભાવે મોટી ખરીદી કરવાની તક ઝડપવા માંડી છે. આ ખરીદી સાથે હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ પણ શેરોમાં પાછલા સપ્તાહમાં સળંગ ત્રણ દિવસ કેશમાં નેટ ખરીદદાર બન્યા છે. જે પોઝિટીવ સંકેત છે. અલબત હવે ઈરાન અને અમેરિકાની શાંતી મંત્રણાનો પ્રથમ દોર નિષ્ફળ રહ્યા બાદ બીજા દોરની મંત્રણામાં હકારાત્મક અભિગમ અપેક્ષિત હોઈ શકે છે જ્યારે વાટાઘાટ અણધારી નિષ્ફળ રહેવાના સંજોગોમાં બજારમાં તેજીને ફરી મોટી બ્રેક લાગી શકે છે એ પણ ના ભૂલવું જોઈએ.

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૪૯૩ સામે ૭૮૨૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૬૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૩૮ સામે ૨૪૪૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૧૨ પોઈન્ટ બંધ થયેલ.

    આજની બજાર મૂવમેન્ટમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો સક્રિય રહ્યા હતા.એક તરફ વૈશ્વિક નકારાત્મક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી બજાર પર દબાણ ઊભું કરી રહી હતી, જ્યારે બીજી તરફ સ્થાનિક રોકાણકારો અને ડીઆઈઆઈ દ્વારા મળતો સપોર્ટ બજારને સ્થિર રાખી રહ્યો હતો.

    તેજી માટેના મુખ્ય કારણો :-

    બજારમાં થયેલા તાજેતરના ઘટાડા બાદ સ્ટોક્સ આકર્ષક લેવલ પર આવી ગયા હતા, શોર્ટ કવરિંગના કારણે ઝડપી ઉછાળો આવ્યો. ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત આધાર બની રહી છે. વૈશ્વિક બજારોમાં મર્યાદિત સ્થિરતા સેન્ટિમેન્ટ સુધારવામાં મદદરૂપ બની.

    સ્થાનિક પરિબળો :-

    ભારતનું મજબૂત મેક્રો ઇકોનોમિક માળખું બજારને સપોર્ટ આપે છે.મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો અને એસઆઈપી દ્વારા સતત રોકાણ બજારને સ્થિરતા આપે છે.બેન્કિંગ સેક્ટરમાં મજબૂત ક્રેડિટ ગ્રોથ અને એસેટ ક્વોલિટી સુધારો પોઝિટિવ છે.

    વૈશ્વિક પરિબળો :-

    મધ્ય પૂર્વમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વૈશ્વિક બજારો માટે મુખ્ય જોખમ છે. ક્રૂડ ઓઈલના સપ્લાય અંગેની ચિંતાઓ મોંઘવારી વધારવાની શક્યતા ઉભી કરે છે. અમેરિકન ફેડની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા રોકાણકારોને સાવચેત રાખે છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની ભીતિ સેન્ટિમેન્ટને અસર કરે છે.

    સેક્ટર તરફી માહોલ :-

    બેન્કિંગ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી હતી.ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી.આઈટી સેક્ટર મિશ્ર રહ્યો હતો. મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી. એફેમ્સીજી અને ફાર્મા સેક્ટર સ્થિર રહ્યા હતા.

    મંદી તરફી કારણો :-

    એફઆઈઆઈ દ્વારા વેચવાલીનું દબાણ અને વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના વધતા ભાવો સાથે સાથે ઉંચા વેલ્યુએશનને કારણે દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ બજાર મંદી તરફી રૂખમાં પ્રવેશી શકે છે એ નક્કી.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ :-

    એફઆઈઆઈ મિશ્ર વલણ સાથે જોવા મળ્યા હતા, જ્યારે ડીઆઈઆઈ સતત નેટ બાયર્સ રહ્યા હતા.આ ટ્રેન્ડ બજાર માટે મજબૂત સપોર્ટ તરીકે કામ કરે છે.

    કોમોડિટી મૂવમેન્ટ :-

    કોમોડિટી બજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત રહી હતી.બેઝ મેટલ્સમાં નબળાઈ જોવા મળી હતી.

    ગોલ્ડ :-

    મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડમાં શરૂઆતમાં તેજી બાદ સ્થિરતા જોવા મળી હતી.

    સિલ્વર :-

    સિલ્વરમાં વધુ વોલેટિલિટી જોવા મળી હતી, જેમાં ઘટાડા બાદ મર્યાદિત સુધારો નોંધાયો હતો.

    ભાવિ દિશા :-

    આગામી દિવસોમાં બજાર પોઝિટિવ ઝુકાવ સાથે આગળ વધી શકે છે, પરંતુ વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતા છે. વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ પ્રવાહ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહેશે તો બજાર નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે પરંતુ મારાં અંગત મત મુજબ આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. બજાર સ્પષ્ટ દિશા માટે વૈશ્વિક સંકેતો અને એફઆઈઆઈપ્રવાહ પર નિર્ભર રહેશે. રોકાણકારોએ મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. મિત્રો, વોલેટાઇલ બજારમાં રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સેશનમાં બજારમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો વચ્ચે સંતુલન જોવા મળ્યું છે, પરંતુ અંતે બેરિશ ટ્રેન્ડ બજાર ઉપર હાવી રહ્યો છે.બજારની અંદરની મજબૂતી યથાવત છે, જે લાંબા ગાળે પોઝિટિવ દિશામાં આગળ વધવાની સંભાવના દર્શાવે છે. રોકાણકારો માટે આ સમય સાવચેતી સાથે યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને રોકાણ કરવાની તક પૂરી પાડે છે.

    તા.૨૧.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૦.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૩૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૩૨ પોઈન્ટ થી ૨૪૧૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી ઐરટેલ ( ૧૮૪૭ ) :- હોલ્ડીંગ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦૮ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૪ થી રૂ.૧૮૭૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • બજાજ ફીન્સેર્વ ( ૧૮૨૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૭૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૩૫૬ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૮ ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૨૮૮ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૧૦૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પેર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૮૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૧૮ થી રૂ.૧૧૨૭ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૭૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૩૦ થી રૂ.૧૭૧૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૪૩૮ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૬૦ ) :- ઓઈલ એન્ડ રિફાયનરી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેંક ( ૧૩૫૩ ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૦ થી રૂ.૧૩૨૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૩૦૧ ) :- રૂ.૧૩૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૨૮૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 9, 2026
    રાષ્ટ્રીય

    SEBI એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સમજવામાં નિષ્ફળ ગઈ

    June 9, 2026
    રાષ્ટ્રીય

    મોટા નિર્ણયની તૈયારી! Gold Loansની માહિતી મંગાવતી સરકાર

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.