Morbi,તા.18
મોરબીમાં ચોર તસ્કરો બેફામ બની ગયા છે છાશવારે વાહન ચોરીના બનાવો બનતા રહે છે અને પોલીસની નિષ્ક્રિયતાને પગલે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે અગાઉ બાઈક ચોરીની ઘટનાઓ બનતી હતી તો હવે લક્ષ્મીનગર ગામ નજીકથી ૩૨.૫૦ લાખની કિમતનો ટ્રક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ટીંબડી ગામે પાટીદાર ટાઉનશીપમાં રહેતા અલ્કેશભાઈ સવજીભાઈ વારાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ માર્ચના સવારના અગિયારથી તા. ૧૩ માર્ચના બપોરના ત્રણેક વાગ્યા સુધીના સમય દરમિયાન ફરિયાદીનો ટ્રક જીજે ૧૩ એએક્સ ૦૨૬૯ કીમત રૂ ૩૨,૫૦,૦૦૦ વાળો લક્ષ્મીનગર ગામની સીમમાં શિવધારા કોમ્પ્લેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાં રાખ્યો હતો જે ટ્રક અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

