Tehranતા.૧૮
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધ દરમિયાન ઈરાનને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. યુદ્ધના ૧૮મા દિવસે, ઇઝરાયલે ઈરાનની સુપ્રીમ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારિજાનીની હત્યા કરી. વધુમાં, રિવોલ્યુશનરી ગાર્ડ બાસીજ ફોર્સના ચીફ જનરલ ગુલામ રેઝા સુલેમાનીનું પણ મોત થયું હતું. આ દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઘણા વધુ હળવા મૂડમાં દેખાતા હતા. યુએસ એમ્બેસેડર માઇક હુકાબી સાથેની મુલાકાતનો વીડિયો જાહેર કરતા, નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ જીવિત છે.
છેલ્લા ઘણા દિવસોથી, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ રહી છે કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું ઈરાની હુમલામાં મૃત્યુ થયું છે. જો કે, નેતન્યાહૂ પોતે વારંવાર આ અફવાઓને નકારી રહ્યા છે. આમ છતાં, લોકો વિવિધ ષડયંત્ર સિદ્ધાંતો ટાંકીને નેતન્યાહૂના મૃત્યુનો દાવો કરવાનું ચાલુ રાખે છે. બેન્જામિન નેતન્યાહૂએ હવે બીજો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓ યુએસ એમ્બેસેડર માઇક હુકાબી સાથે મુલાકાત કરતા જોવા મળે છે.
માઈક હુકાબીઃ “મેં તે તપાસ્યું અને મને તે જોઈને આનંદ થયો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાતરી કરવા માંગતા હતા કારણ કે, તમે લોકો ખૂબ સારી રીતે હળીમળીને રહો છો.”

